Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ભવનાથ મંદિરે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું 

17 March

સંસ્કાર, શૌર્ય અને સંગઠનનો ત્રિવેણી સંગમ સર્જાયો 

ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના ભવનાથ વસ્તી વિસ્તારમાં આવેલા ભવનાથ મંદિરના પ્રાંગણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે એક ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિવશક્તિ યોગધામની ટીમ અને સંઘના સ્વયંસેવકોના સહયોગથી સમાજની એકતા અને શક્તિનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જીવન પ્રભાત અનાથાલયના બાળકો દ્વારા પવિત્ર હવન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ દીકરીઓ દ્વારા હાથમાં ખુલ્લી તલવારો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સચિવ મહંત સંતોષગિરીજી, સંઘચાલક રતિલાજી અને વિશ્વ હિંદુ પરિષદના ધર્મ પ્રચારક મહાદેવભાઈ વીરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રીતી ખોના અને મીનાક્ષી જોષી દ્વારા ગણેશ વંદના રજૂ કરવામાં આવી હતી. સંબોધન દરમિયાન વક્તાઓએ હિંદુ સમાજમાં સંગઠન, અનુશાસન અને સાંસ્કૃતિક જાગૃતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. મુખ્ય વક્તા મહાદેવભાઈ વીરાએ પરિવાર સંસ્થાને મજબૂત બનાવવા અને ’પંચ પરિવર્તન’ના વિચારને અપનાવવા આહવાન કર્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની દીકરીઓ દ્વારા રજૂ કરાયેલ તલવારબાજીના શૌર્યપૂર્ણ પ્રદર્શન બાદ રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમનું ભાવપૂર્ણ સમાપન થયું હતું.

Comments

COMMENT / REPLY FROM