Trending News
સ્થાનિક સમાચાર

લખપત તાલુકા સરપંચ સંગઠને તાલુકા પંચાયત પ્રમુખનું સન્માન કર્યું 

17 March



અઢી વર્ષના શાસનમાં તમામ ક્ષેત્રે નેત્ર દિપક કામગીરી કરવા બદલ તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જાડેજા તથા જશુભા જાડેજાએ આભાર વ્યક્ત કર્યો 

નખત્રાણા - કચ્છઉદય : લખપત તાલુકા પંચાયતના પ્રમુખ દયાબા જશુભા જાડેજા દ્વારા અઢી વર્ષના શાસન દરમ્યાન વિવિધ ક્ષેત્ર થયેલા સર્વાંગી વિકાસ કામો માટે લખપત તાલુકા સરપંંચ સંગઠન પ્રમુખ કાસમભાઈ કુંભાર, નીતિનભાઈ પટેલ, હમીરભાઈ જત, હિતેશભાઈ મહેશ્વરી સહિત દસ જેટલા ગામોના સરપંચો, પ્રતિનિધિ જશુભા જાડેજાને સ્મૃતિચિન્હ અને શાલ ઓઢાળી સન્માન કર્યું હતું. બીજીતરફ તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જશુભા જાડેજાએ લખપ તાલુકાની સમગ્ર જનતાએ આપેલા સાથ સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પવનચક્કીઓના પંચાયત વેરા ભરપાઈ શરૂ કરાવી, આંગણવાડી તેડાઘર તેમજ સીડીપીઓની ખાલી જગ્યા પૂર્ણ કરાઈ, તાલુકાઓના અલગ અલગ ગામડાઓમાં સંસ્થાના સહયોગથી સિલાઈ મશીન આપી તાલીમ અપાઈ, જીએમડીસીના સહયોગથી સીએસઆર પ્રવૃતિને વેગ અપાયો, જંગલખાતાના ઈસ્યુ દુર કરાવી ખેતી વિષયક વીજ જોડાણ, સતત વીજ પુરવઠો જાળવી રાખવા, વીજ સમસ્યા દુર કરવા વર્ષો જુનો ઉંમરસર ગામતળનો પ્રશ્ન હલ કરાયો, વિવિધ ધાર્મિક સ્થળો પર વિકાસકામો થયા સહિતના સર્વાંગી વિકાસકામો માટે સાથ સહકાર આપનાર અધિકારી - પદાધિકારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM