Trending News
સ્થાનિક સમાચાર

ભારતમાં એક સાથે હજારો હિદુ સંમેલનો થવાંએ એતિહાસિક ઘટના 

17 March

ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં શતાબ્દી વર્ષ નિમિત્તે મિરજાપર મધ્યે વિરાટ હિંદુ સંમેલનનું આયોજન થયું હતુ, જેમાં ગ્રામજનો જાતી, પંથ, ઉચ નીચ અને સંપ્રદાયના ભેદ છોડીને એક સનાતની તરીકે વિશાળ સંખ્યામાં એક છત્ર નીચે એકત્રિત થયા હતા.સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતની ડેમોગ્રાફીમાં આવતા વિચિત્ર અને ઘાતક બદલાવને ધ્યાનમાં રાખીને દરેક યુવા હિંદુ દંપતી ત્રણ સંતાનનો આગ્રહ રાખે અને ધર્મ, સમાજ અને દેશ માટે કાર્ય કરવા એક એક સંતાનને સંસ્કારિત કરે છે.  શાસ્ત્રી સ્વામી સદ્દગુણ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, ભારતને સક્ષમ બનાવવા સૌ પ્રથમ જાતી, પંથ અને ઉચ નીચની વાડાબંધી તોડીને સમયાંતરે સનાતની હિંદુ તરીકે એકત્ર થતા રહેવું પડશે.મુખ્ય વક્તા નયનભાઈ ચાવડાએ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે મળેલા પંચપરિવર્તનના અદ્દભૂત વિચારને પ્રત્યેક હિદુ પરિવારે જીવન પર્યત આચરણમાં લાવીને હિંદુ સંમેલનના આયોજનોને સાચા અર્થમાં સાર્થક કરવાની ટકોર કરી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગામની યુવતીઓ દ્વારા તલવારબાજીના દાવ તથા ભુજથી રંગમંચના કલાકાર નિપુણ માંકડ અને એમની ટીમ દ્વારા લવજેહાદ વિષય સાથે ભજવાયેલ નાટકએ સૌની દાદ મેળવી હતી. મહિલા શક્તિની આગેવાની સાથે વિશાળ સંખ્યામાં બાઈક રેલી સાથે ગામનાં વિવિધ મંડળો, સંસ્થાઓના વડીલો અને યુવાનોએ ખભે ખભા મિલાવી કાર્ય કરવા સાથે અને દાતાઓના ઉદાર આર્થિક સહયોગથી ગામ માટે આ ભગવામય આયોજન એતિહાસિક બની રહ્યું હતું. મંચ સુશોભન અને પ્રસાદ બનાવવાની સંપુર્ણ વ્યવસ્થા બહેનોએ સંભાળી હતી.મિરજાપર માટે વિરાટ હિદુ સંમેલન એતિહાસિક બની રહ્યું હોવાના ભાવ સાથે આભારવિધિ અધ્યક્ષ ભરતભાઈ શીયાણી અને મંચ સંચાલન મહેશભાઈ આહીર અને અવની પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM