ભુજ તાલુકા પ્રા. શિક્ષિકાઓની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લોરિયા ટીમ ચેમ્પિયન
ભુજ - કચ્છઉદય : ૮મી માર્ચના આંતર રાષ્ટ્રિય મહિલા દિનના અનુસંધાને ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાઓ માટે પાંચમી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તાજેતરમાં ભુજના હિલ ગાર્ડન મધ્યે કરવામાં આવ્યું હતું. આ વખતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને શિક્ષિકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્પર્ધામાં તાલુકાના ૧૭ ગ્રુપ શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો અને ૧૦૨ બહેનોએ પોતાની સામેલગીરી દર્શાવી હતી. ફાઇનલમાં રસાકસી સાથે મિરઝાપર અને લોરિયા ગ્રુપની ટીમ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો જેમાં મિરઝાપરને હરાવીને લોરિયા ટીમ ચેમ્પિયન બની હતી. વિજેતા લોરિયા ટીમને ચેમ્પિયન ટ્રોફી જ્યારે ઉપવિજેતા મિરઝાપરને રનર્સ અપ ટ્રોફી શિક્ષક સંઘના હોદ્દેદારો નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, વિલાસબા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મેહુલ જોશી, કાંતિભાઈ સુથાર ઉપરાંત મહિલા સમિતિના સદસ્યો તેમજ ટ્રોફીઓના દાતાઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી.ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મધુબેન પરમાર (મિરઝાપર ગ્રુપ)ને બેસ્ટ બોલર, હેમલબેન ઓઝા (ભીડ ગ્રુપ)ને બેસ્ટ બેટર તથા ટુર્નામેન્ટમાં ૨ શતક લગાવી કુલ ૩૭૭ રન નોંધાવનાર કિંજલબેન શાહ (લોરિયા ગ્રુપ)ને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવ્યા હતા. ટ્રોફીઓ માટે લીલાબેન ભાભોર, ભારતીબેન ઠક્કર, મીનાબેન ભદ્રા, રચનાબેન વણોલ, શાયરાબેન કુરેશી તથા મુનિરાબેન મેમણ દ્વારા આર્થિક સહયોગ મળ્યો હતો, જે બદલ તાલુકા શિક્ષક સંઘે તેમનો આભાર માન્યો હતો. સંગઠનના ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેતમાલજી જાડેજા, ભાવેશ મોતા, મહિલા સમિતિના મીનાક્ષીબેન ચૌહાણ, હયાતીબેન ત્રિપાઠી, ધીરજબા વાઘેલા, રચનાબેન વણોલ, રક્ષાબા જાડેજા, ચેતનાબેન ગોર, પુષ્પાબેન વરસાણી, ચાર્વીબેન અંજારિયા, સરોજબા પરમાર, દિપીકાબેન કેરાઈ, દુલારીબેન ઠક્કર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના આયોજન માટે પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલ જોષીના માર્ગદર્શન હેઠળ વિરલસિંહ જાડેજા, ધવલ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા, હાર્દિક ત્રિવેદી, ઉત્તમ મોતા, નિલેશ અજાણી, જયેન્દ્રસિંહ ઝાલા, જય પટેલ, અનિરૂદ્ધસિંહ જાડેજા, અનિલ રૂપારેલ, વિરલ વૈદ્ય, ઇન્દ્રજીતસિંહ જાડેજા, દિનેશ દેસાઈ, સુજલ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Comments