બેંક ઓફ ઇન્ડીયા માનસિક દિવ્યાંગોની વહારે
સેવાશ્રમને વોટરકુલર અર્પણ કરાયું
ભુજ - કચ્છઉદય : બેંક ઓફ ઇન્ડીયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારાનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે પ્રવૃત્તિના એક ભાગરૂપે વોટર કુલર અર્પણ કરાયું હતું.બેંક ઓફ ઇન્ડીયાના રાજમન પ્રજાપતિ, ભવલીન સિંઘ, અવનીબેન મંગે, કાન્તીલાલ રાઠોડની ઉપસ્થિતિમાં આ વોટરકુલર અર્પણ કરાયું હતું. માનવજ્યોત દ્વારા બેંક ઓફ ઇન્ડીયાના પદાધિકારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રીતુબેન વર્માએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Comments