ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નાલા તોડીને રસ્તો ખુલ્લો કરાવાયો
ગાંધીધામ - કચ્છઉદય : ભારત નગર વિસ્તારમાં મનપા દ્વારા બનાવવામાં આવેલા વરસાદી નાળાના કારણે અનેક ગલીઓના રસ્તા બંધ થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને હવે મનપા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા ટીમ દ્વારા હાલ નાળાને તોડી ગલીઓના રસ્તા ફરી ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ નાળાને નીચા લેવલ પર લાવવા માટેનું કામ પણ ચાલી રહ્યું છે, જેથી આવનારા સમયમાં પાણીનો યોગ્ય નિકાલ થાય અને રસ્તા અવરોધિત ન થાય. સ્થાનિકોમાં મનપાની આ કામગીરીને લઈ સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને ઝડપથી કામ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

Comments