Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં સીએને જ ૧૬ લાખનો ચૂનો ચોપડાયો

17 March

પોતાની પેઢીમાં કામ આપી ઉછીના રૂપિયા લઈ મારી નાખવાની ધમકી આપી 

ગાંધીધામ - કચ્છ ઉદય : સંકુલમાં ઔદ્યોગિક હબના કારણે નાણાકીય વ્યવહારો ખુબ પ્રમાણમાં થાય છે પરંતુ આ સાથે લાખોની ઠગાઈના મામલા જાણે રોજિંદા બની ગયા હોય તેમ આવી ફરિયાદો પોલીસ ચોપડે થતી રહે છે ત્યારે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે ૧૬ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ બાબતે ફરિયાદી સીએ હિતેન્દ્રભાઈ અશ્વિનભાઈ ઠક્કરે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં આરોપી આદિપુર ડીસી-પ પાંજો ઘરમાં રહેતા કલ્પેશ મૂળજી ઠક્કર અને આદિપુર વોર્ડ નં.૩/બીમાં રહેતા દર્શન  ઠક્કર સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને પોતાની સોમનાથ ફાઈનાન્સ ફર્મમાં સીએ તરીકેનું કામ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે ૧૬ લાખ રૂપિયા ઉછીના મેળવી ફરિયાદીએ આપેલા પૈસા પરત માંગતા આરોપીઓએ ફરિયાદીને પૈસા માંગીશ તો પતાવી નાખીશ. તેમ કહી ધમકીઓ આપી પૈસા પરત ન આપી ઠગાઈ કરવામાં આવી હતી. જેથી ગુનો દાખલ 
કરાયો હતો.

Comments

COMMENT / REPLY FROM