મુન્દ્રામાં ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો ઊંટ વૈધ પકડાયો
અદાણી વિલમાર કંપની સામે જનતા ક્લિનીક ખોલી કરતો હતો ઉપચાર
મુન્દ્રા - કચ્છ ઉદય : જિલ્લામાં જ્યાં ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે ત્યાં ડિગ્રી વગરના ડોક્ટરો બેફામ બન્યા છે. અવાર-નવાર બોગસ ડોક્ટરો સામે પગલાં ભરવાની રજૂઆત અન્વયે મુન્દ્રામાં ડિગ્રી વગરનો ડોક્ટર પકડાયો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રામાં અદાણી વિલમાર કંપની સામે આવેલ જનતા ક્લિનીક લખેલ દવાખાનામાં એક ઈસમ પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવા બાબતે મળેલી બાતમી અન્વયે મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસરને સાથે રાખી તપાસ કરતા ડિગ્રી વગર રાખેલ એલોપેથીક દવાઓ, ઈન્જેકશન, દવાખાનાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે મૂળ રાજસ્થાન જયપુરના શ્રવણ કજોડમલ યાદવને પકડી તેની પાસેથી ર૪,૪૭૪ ની દવાઓ અને સાધનો કબજે ગુનો દાખલ કર્યો છે.

Comments