અંજારના વીડી વિસ્તારમાં ગેરકાયદે ખનન ઝડપાયું : ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત
ભુજ - કચ્છઉદય : કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યરત ફ્લાઇંગ સ્ક્વોર્ડની તપાસ ટીમ દ્વારા ખનિજ ચોરી અટકાવવા માટે સપાટો બોલાવવામાં આવ્યો છે. તા.૧૬ માર્ચના અંજાર તાલુકાના વીડી ગામના સીમ વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન હાર્ડ-મોરમ ખનિજનું ગેરકાયદેસર રીતે ખનન કરી રહેલું એક એસ્કેવેટર મશીન રંગેહાથ ઝડપાયું હતું. તંત્ર દ્વારા આ મશીનને સીઝ કરી અંજારની વીએનએસ લીઝ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. ફ્લાઇંગ સ્ક્વોર્ડની આ કાર્યવાહીમાં અંદાજે કુલ ૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
------

Comments