ભુજના ભુજીયા તળેટી પાસે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ
ભુજ - કચ્છઉદય : કચ્છના ભુજમાં આવેલા ઐતિહાસિક ભુજીયા ડુંગરની તળેટી પાસે સોમવારે બપોર બાદ પાણીની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. પાઈપલાઈન લીક થવાને કારણે ઉંચા ફુવારા ઉડ્યા હતા, જેને પગલે માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યું વાહન પાઈપલાઈન સાથે અથડાયા બાદ આ લીકેજની ઘટના બની હોવાની શક્યતા છે. હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી જતાં સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. આ ભંગાણને કારણે આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપની સમસ્યા સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
------

Comments