પ્રખર તાપ વચ્ચે કઠીન પદયાત્રા
છેલ્લા ૩૩ વર્ષથી કચ્છ જિલ્લામાં રબારી સમાજના માઈભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં મોમાઈ માતાજી અને રવેચી માતાજીના દર્શનાર્થે પદયાત્રા યોજાય છે. કચ્છના છેવાડાના અબડાસા તાલુકાથી શરૂ થતી પદયાત્રાના સંઘમાં કચ્છના ગામે ગામથી અંદાજીત પ૦૦થી ૬૦૦ ભાવિકો જોડાય છે. સોમવારે પદયાત્રી ભાવિકોએ ભુજના ગણેશનગર સ્થિત ગોગાદાદાના મંદિરે પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના પૂજારીએ સંઘમાં જોડાયેલા ભાવિકોની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.
---------------

Comments