Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગોને મોટરાઈઝડ ટ્રાયસિકલ અપાઈ

16 March



ભુજ - કચ્છઉદય : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક સમાજ સુરક્ષા પ્રભાગની તાબા હેઠળની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસીકલ યોજના અમલીકરણમાં હોઈ મોટરાઇઝડ ટ્રાયસીકલ વિતરણ કાર્યક્રમ સરકારી અંધશાળા, ભુજ ખાતે યોજવામા આવેલ હતો. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડી.જે. દેસાઈ તથા સમાજ સુરક્ષા સ્ટાફ, સરકારી અંધશાળાનાં હેડમાસ્તર જે.આર. પટેલ તથા સ્ટાફ અને મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિતરણ કાર્યક્રમમાં કુલ ૪૫ લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલનું વિતરણ કરવામાં આવેલ હતુ. આ આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. મોટરાઈઝ્‌ડ ટ્રાયસીકલની મદદથી દિવ્યાંગજનો હવે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે તેવું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે. 
-----------

Comments

COMMENT / REPLY FROM