લાલન કોલેજમાં વિશિષ્ટ વ્યાખ્યાન અને પ્રતિભાના પોંખણાનો કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : આર.આર.લાલન કૉલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા "વિશિષ્ટ વ્યાખ્યાન, પ્રતિભાના પોંખણા-૨૦૨૬" નામનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વર્ષ ૨૦૨૫માં મેળવેલી વિશિષ્ટ સિદ્ધિઓનું સન્માન કરવાનો હતો, જેથી હાલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સફળ થવાની પ્રેરણા મળી શકે.
કાર્યક્રમની શુભ શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને છેલ્લા એક વર્ષમાં વિભાગ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરીનો અહેવાલ વિભાગના અધ્યક્ષ ડૉ.રમેશ વરચંદ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે વર્ષ ૨૦૨૫માં સરકારી નોકરીઓ મેળવી તેવા ૧૬, જીસેટ અથવા નેટ પરીક્ષાઓ પાસ કરી તેવા ૬ અને પીએચડીની પદવી પ્રાપ્ત કરી તેવા ૫ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હતી. આમ કુલ મળીને ૨૭ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિશિષ્ટ વ્યાખ્યાનના વક્તા તરીકે કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. કલ્પના સતિજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે "અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને રોજગારીની વિવિધ તકો" પર વિશિષ્ટ વ્યાખ્યાન આપ્યું. વર્ષ ૨૦૨૫-૨૬ માંઅર્થશાસ્ત્ર વિભાગનાતૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિદાય પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે લાલન કૉલેજના આચાર્ય ડૉ.સી.એસ.ઝાલા અને અતિથિ વિશેષમાં સપ્તધારના કો-ઓર્ડીનેટર ડૉ.મેહુલ શાહે હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એફ.વાય.ની વિદ્યાર્થિની દેવી રબારી અને એસ.વાય.ની વિદ્યાર્થિની સોતા માહીમ તથા આશના યુસુફે અને આભારવિધિ ડૉ. ભાવેશ ભટ્ટે કરી હતી. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા ડૉ. રાધેશ્યામ છાંગા અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી.
---------

Comments