Trending News
સ્થાનિક સમાચાર

સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમોમાં યોગદાન બદલ એમ. આઈ. બાયડનું સન્માન

16 March




વિવિધ સંસ્થાઓમાં સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા બદલ પ્રશંસા પત્ર એનાયત

ભુજ - કચ્છઉદય :  સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ, ભુજ દ્વારા વિવિધ સંસ્થાઓમાં સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ લાવવા માટે આયોજિત અવેરનેસ કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ એમ. આઈ. બાયડને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના મૂલ્યવાન પ્રયાસોને માન આપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોર્ડર રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર  એલ. પી. બોડાણા દ્વારા તેમને “સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન” એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એમ. આઈ. બાયડ દ્વારા સાયબર ક્રાઇમ આઈજી ઓફિસ, ભુજ ખાતે ફરજ બજાવતા પીએસઆઈ પી. આર. જાદવ તેમજ પીએસઆઈ એચ. પી. મોખાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના માર્ગદર્શન અને સહકારથી વિવિધ સંસ્થાઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત થઈ શક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી બચવા માટે લોકોમાં જાગૃતિ ખૂબ જરૂરી બની છે અને આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોને સાયબર સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળી રહ્યું છે.
------

Comments

COMMENT / REPLY FROM