ભચાઉમાં નોંધાયેલા પોકસોના ગુનામાં ત્રણ આરોપી પકડાયા
ભચાઉ - કચ્છઉદય : શહેર પોલીસ સ્ટેશનમાં ગત ૭ માર્ચના નોંધાયેલા પોકસોના ગુનામાં ભચાઉ પોલીસે ત્રણ આરોપીને પકડયા હતા. જેમાં અમદાવાદના વટવાના પીપડજ ગામમાં રહેતા આકાશ વિષ્નુભાઈ પટેલ, અમદાવાદના એલીસ બ્રીજ પાસે રહેતા સંજય બાબુભાઈ ઠાકોર અને પીપડજમાં જ રહેતા સુનીલ રમેશજી ચૌહાણને પકડી લીધા હતા. તેઓ પાસેથી જી.જે. ર૭ ઈએફ ૧૧૩૧ નંબરની ગાડી કબજે કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments