આદીપુરમાં વેચાણ માટે રાખેલ દોઢ લાખનો દારૂ પકડાયો
જુના કટારીયામાં ગાડીમાંથી વોડકાના ૭૬૮ કવાટરીયા પકડાયા
ગાંધીધામ - કચ્છઉદય : આદીપુરમાં વોર્ડ નં. ૧ - બી, પ્લોટ નં. ૬ર ના પાછળ આવેલ ઓરડીમાં દારૂ સંગ્રહ કરી વેચાણ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતા દારૂની ૧ર૩ બોટલ
અને બીયરના ર૪ ટીન મળી કુલ્લ ૧,૪૬,૬૮૦ નો મુદ્દામાલ અને મોપેડ કબજે કરવામાં આવી હતી. આ સાથે મેઘપર કુંભારડીના શૈલેષ ઉર્ફે ભલ્લો સામજીભાઈ મહેશ્વરી (ધેડા)ની અટક કરવામાં આવી હતી. જયારે કિશન સામજીભાઈ મહેશ્વરી હાજર ન મળી આવતા એલસીબીએ આદીપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જયારે લાકડીયામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે જુના કટારીયાના દેવલ આઈ વાસમાં ટાવર પાસે સ્વીફટ ગાડી નંબર જી.જે. ૧ર ઈઈ ૩૧ર૦માં રાખેલ વ્હાઈટ વોડકાના ૧૮૦ એમએલના ૭૬૮ કવાટરીયા કિંમત રૂા. ર,૧૧,ર૦૦ નો મુદ્દામાલ કબજે કરી આધોઈના અરજણ ઉર્ફે પપ્પુ બાબુ ભરવાડની અટક કરવામાં આવી હતી. જયારે પાટડીના અલ્લાઉદીન અને ભચાઉના મહાવીરસિંહના નામ ખુલતા લાકડીયા પોલીસમાં ગુનો નોધાયો હતો.

Comments