આદીપુર યુવાનના આપઘાત કેસમાં દસમા દિવસે અમદાવાદથી ચોથો આરોપી પકડાયો
હજુ પણ ૧૪ આરોપીઓ પોલીસ ધરપકડથી નાસતા ફરે છે
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ ભટ્ટે ગત પાંચ માર્ચના ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે મામલે તેમના પત્નિએ ૮ માર્ચના આદીપુર પોલીસમાં કુલ્લ ૧૮ લોકો સામે પતિને મરવા માટે મજબુર કરનારા લોકો સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં આદીપુર પોલીસે પ્રથમ લોન એજન્ટ પ્રકાશ મોદી તે બાદ ભુજથી રોશની આનંદ ભટ્ટની અટક કરી જે બાદ એલસીબીએ અમદાવાદના બાવળાથી અન્ય એકની ધરપકડ કરી હતી. જે બાદ એલસીબીએ અમદાવાદના નરોડાથી આરોપી વિપુલ હરસુખલાલ રૂડાણી (પટેલ) (રહે. મુળ મહાવીર નગર મુંદરા)ની અટક કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની એજન્સીમાં સમયસર માલ ન પહોચાડી આર્થિક નુકશાન કરવાના કાવતરામાં કટારીયા એન્ટરપ્રાઈઝના સંચાલકો સાથે વિપુલભાઈ (એસઆર)ની સંડોવણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ કેસમાં હજુ પણ ૧૪ આરોપીઓ ફરાર છે. પરીવારે એસપી કચેરીમાં રજુઆત કરી ત્યારે ઝડપથી આરોપી પકડાઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. બનાવને દસ દિવસ અને ફરીયાદને આઠ દિવસ વીતી જવા છતાં હજુ સુધી માત્ર ચાર જ આરોપી
પકડાયા છે.

Comments