દેશમાં એલપીજીની અછત દુર થશે : મુંદરા બંદર પર પહોંચ્યું ગેસ ભરેલું શિવાલિકા જહાજ
આગામી પ૦-પપ કલાકમાં કંપનીઓને ગેસ વિતરણની પ્રક્રીયા બનશે વેગવંતી
ગલ્ફ ઓફ કચ્છમાં પહોંચી ચુકયું છે શિવાલીકા જહાજ : તો આવતીકાલે નંદાદેવી જહાજ નહીં આવે કંડલા : જામનગર વાડીનાર પોર્ટ મધ્યે પહોંચશે ગેસ ભરેલુ નંદાદેવી જહાજ પહોંચશે : એટીબીબલ્યુ અને એડી જગપ્રતાપ નામના બે શીપમાં ઠલવાશે એલપીજી : ગેસનો જથ્થો તમિલનાડુ પહોંચાડાશે : બે દીવસમાં તમિલનાડુ પહોચશે શિપ : ૯ર,૭૦૦ મેટ્રીક ટન જેટલો એલપીજીનો વીશાળ જથ્થો આ બન્ને જહાજમાં છે : જયારે હજુરાપોર્ટ યુએઈઅથી એલપીજી ભરેલુ ત્રીજું જહાજ જગલાડકી પણ થઈ ચૂકયું છે રવાના
ગાંધીધામ :દેશમાં વર્તમાન યુદ્ધની પરિસ્થિતિ અને ગેસના સંકટ વચ્ચે ગુજરાતના બંદરો પરથી ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. ભારતમાં એલપીજીની અછતને પહોંચી વળવા માટે ત્રણ મોટા જહાજો ભારત આવવા રવાના થયા હતા, જે પૈકીનું પ્રથમ જહાજ આજે ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચ્યું છે. આ સાથે જ દેશમાં તોળાતું ગેસનું સંકટ હવે ટૂંક સમયમાં દૂર થશે તેવી આશા બંધાઈ છે.સત્તાવાર માહિતી મુજબ, ‘શિવાલિક’ નામનું જહાજ આજે બપોરે ૨ઃ૦૦ વાગ્યાની આસપાસ કચ્છના મુન્દ્રા પોર્ટ પર આવી
પહોંચ્યું છે. આ જહાજ મુન્દ્રાના એલપીજી ટર્મિનલ ખાતે પોતાનો જથ્થો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આવતીકાલે જયારે બીજુ ગેસ ભરેલુ જહાજ જે પહેલા કંડલા પહોચવાનુ હતુ તે હવે કંડલા નહી જાય. નંદાદેવી નામનુ જહાજ હવે કંડલાના બદલે જામનગર વાડીનાર જશે. વાડીનાર ખાતે એમટીબીડલબ્યુ અને એમડી જગપ્રતાપ નામના બે શીપમાં આ જથ્થો ઠલવાશે. એલપીજી ગેસનો જથ્થેા તમિલનાડુ પોર્ટ પહોચશે.જ્યારે ત્રીજું જહાજ ‘જગ લાડકી’ પણ એલપીજીનો મોટો જથ્થો લઈને ભારત આવવા રવાના થઈ ચૂક્યું છે.સુરક્ષાની દ્રષ્ટિએ આ કામગીરી અત્યંત મહત્વની હોવાથી ભારતીય નૌકાદળ દ્વારા આ જહાજોને સમુદ્રમાં વિશેષ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. મુન્દ્રા પહોંચેલા શિવાલિક જહાજની સુરક્ષા માટે તેની આસપાસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ બંને જહાજોમાં મળીને કુલ ૯૨,૭૦૦ મેટ્રિક ટન જેટલો એલપીજીનો વિશાળ જથ્થો છે. મુન્દ્રા પોર્ટ પર આવેલા ૨૭,૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા બે મોટા સ્ટોરેજ ટાંકાઓમાં આ ગેસ શિફ્ટ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં અંદાજે ૫૦ થી ૫૫ કલાક જેટલો સમય લાગી શકે છે. ત્યારબાદ, આ જથ્થો વિવિધ ગેસ કંપનીઓને સપ્લાય કરવામાં આવશે, જેનાથી દેશભરમાં રસોઈ ગેસની તંગીમાં મોટી રાહત મળશે.

Comments