ચૈત્ર અમાસના મેળા નિમિત્તે બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન લોદીપુર બિશનપુર સ્ટેશને ઉભી રહેશે
મુસાફરોની સુવિધા માટે ૧૭ અને ૧૮ માર્ચના રોજ ટ્રેનને બે મિનિટનું કામચલાઉ સ્ટોપેજ આપવામાં આવ્યું
ભુજ - કચ્છઉદય : રેલવે પ્રશાસન દ્વારા આગામી ચૈત્ર અમાસના મેળા-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બાંદીકુઈ થઈને પસાર થતી બરેલી-ભુજ-બરેલી એક્સપ્રેસ રેલ સેવાને આગામી ૧૭ અને ૧૮ માર્ચના રોજ લોદીપુર બિશનપુર સ્ટેશન પર બે મિનિટનું કામચલાઉ સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અમિત સુદર્શનના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૧૪૩૧૧ બરેલી-ભુજ એક્સપ્રેસ ૧૭ માર્ચે સવારે ૦૮ઃ૨૨ કલાકે લોદીપુર બિશનપુર સ્ટેશન પહોંચશે અને ૦૮ઃ૨૪ કલાકે આગળ પ્રસ્થાન કરશે. તે જ દિવસે પરત ફરતી ટ્રેન નંબર ૧૪૩૨૨ ભુજ-બરેલી એક્સપ્રેસ સાંજે ૦૫ઃ૪૫ કલાકે આવશે અને ૦૫ઃ૪૭ કલાકે રવાના થશે. આવી જ રીતે ૧૮ માર્ચના રોજ પણ ટ્રેન નંબર ૧૪૩૨૧ બરેલી-ભુજ એક્સપ્રેસ સવારે ૦૮ઃ૨૨ કલાકે લોદીપુર બિશનપુર સ્ટેશન પર આવશે અને ૦૮ઃ૨૪ કલાકે ઉપડશે, જ્યારે ૧૮ માર્ચે જ ટ્રેન નંબર ૧૪૩૧૨ ભુજ-બરેલી એક્સપ્રેસ સાંજે ૦૫ઃ૪૫ કલાકે આગમન અને ૦૫ઃ૪૭ કલાકે પ્રસ્થાન કરશે. મેળામાં જનારા શ્રદ્ધાળુઓની ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

Comments