Trending News
સ્થાનિક સમાચાર

બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈમેઈલ કોણ ડહોળવા માંગે છે કચ્છ-ગુજરાતની શાંતિ?

15 March

આધુનિક ‘ડિજિટલ આતંક’ કે માત્ર ટીખળ?




ઈમેલના મૂળ સુધી પહોંચવામાં કયા નડી રહ્યા છે પડકારો? : એજન્સીઓને ગેરમાર્ગે દોરવાની વ્યૂહરચના? : 
નકલી ઈમેલ પાછળનો એક ભયાનક ઈરાદો ‘ક્રાય વુલ્ફ’ જેવો બદઈરાદો તો કામ નથી કરી રહ્યો ને?



ગાંધીધામ : ગુજરાતની શાંતિ અને સલામતીને ડહોળવા માટે છેલ્લા કેટલાક સમયથી એક નવું અને ચિંતાજનક હથિયાર અજમાવવામાં આવી રહ્યું છે. ‘ધમકીભર્યા ઈમેલ’. રાજ્યની શાળાઓ, નામદાર અદાલતો, પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કેન્દ્રો અને ખાનગી યુનિવર્સિટીઓ જેવી સંસ્થાઓને નિશાન બનાવીને જે રીતે બોમ્બ વિસ્ફોટની ધમકીઓ આપવામાં આવી રહી છે, તેને માત્ર એક ‘ટીખળ’ ગણીને હળવાશથી લેવી એ સ્વયંઘાતી સાબિત થઈ શકે છે.તાજેતરના સમયમાં ગુજરાતના વિવિધ શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયતંત્રની કચેરીઓ અને મહત્વના જાહેર સ્થળોને ઈમેલ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કચ્છથી લઈને અમદાવાદ સુધી પ્રસરેલી આ ઘટનાઓ પાછળ કોઈ ઊંડું આયોજન હોવાની આશંકાને નકારી શકાય નહી. જ્યારે પણ કોઈ શાળા કે અદાલતને ઈમેલ મળે છે, ત્યારે સમગ્ર 
પોલીસ તંત્ર અને બોમ્બ સ્ક્વોડ કામે લાગે છે. તપાસના અંતે મોટાભાગના કિસ્સાઓમાં કંઈ મળતું નથી, પરંતુ આ પ્રક્રિયામાં સામાન્ય જનતામાં ભયનો માહોલ પેદા થાય છે. એટલુ માત્ર જ નહી પણ સરકારી તંત્રનો સમય અને શક્તિ વેડફાય છે. તેની સાથોસાથ જ મહત્વની સંસ્થાઓનું કામકાજ ખોરવાય છે.નિષ્ણાતોનું માનવું છે કે આ માત્ર ‘ટીખળ’ નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવા માટેનું અથવા તેમને ગેરમાર્ગે દોરવાનું એક સુનિયોજીત કારસો હોઈ શકે છે. વારંવાર આવતા આવા નકલી ઈમેલ પાછળનો એક ભયાનક ઈરાદો ‘ક્રાય વુલ્ફ’ જેવો હોઈ શકે છે. એટલે કે, પોલીસને વારંવાર ખોટી તપાસમાં વ્યસ્ત રાખીને તેમની ગંભીરતા ઓછી કરવી, જેથી જ્યારે કોઈ વાસ્તવિક ઘટના બને ત્યારે તંત્ર તેને સામાન્ય સમજીને હળવાશથી લે. આ એક અત્યંત જોખમી પાસું છે જેના પર સુરક્ષા એજન્સીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.આ ધમકીભર્યા ઈમેલ મોકલવા માટે મોટેભાગે ફઁદ્ગ (ફૈિેંટ્ઠઙ્મ િઁૈદૃટ્ઠીં દ્ગીર્ુંિા) અને ડાર્ક 
વેબનો ઉપયોગ કરવામાં આવે છે. આના કારણે લોકેશન ટ્રેસ કરવું મુશ્કેલ બને છે. ઘણીવાર સર્વર વિદેશમાં (જેમ કે રશિયા કે જર્મની) હોવાનું બહાર આવે છે. સાયબર ક્રાઈમ સેલની ભૂમિકા આ ઈમેલના મૂળ સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનિકલ સહયોગ લેવો અનિવાર્ય બન્યો છે.આ પ્રકારની ઘટનાઓ એ સાબિત કરે છે કે હવે યુદ્ધ માત્ર સરહદો પર નથી, પણ ડિજિટલ સ્પેસમાં પણ છે. ગુજરાત જેવા શાંત રાજ્યમાં અશાંતિ ફેલાવવા માંગતા તત્વો આ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે.?આ ઘટનાઓને હળવાશથી લેવી એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. પોલીસ અને ગુપ્તચર 
એજન્સીઓએ “તટસ્થ તપાસ“ ની સાથે સાથે આ ઈમેલ મોકલનારાઓના આર્થિક અને રાજકીય મૂળિયાં તપાસવા જરૂરી છે. શું આ કોઈ વિદેશી તાકાતનું કામ છે કે સ્થાનિક અસામાજિક તત્વોનું? તેનો ઉકેલ લાવવો હવે અનિવાર્ય છે.ગુજરાત હંમેશા શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે, અને આ શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર ગમે તેટલા ડિજિટલ પડદા પાછળ 
છુપાયેલા હોય, તેમને કાયદાના કડક સકંજામાં લાવવા એ જ અત્યારની પ્રાથમિકતા હોવી જોઈએ. જો અત્યારે આ ‘ટીખળ’ને ડામવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આ ડિજિટલ આતંક કોઈ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.


.....................

સરકાર-એજન્સી-તંત્ર કેમ ન 
કરે આ બાબતે કાર્યવાહી?


૧.ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસઃ દરેક સંસ્થાએ પોતાની સાયબર સુરક્ષા મજબૂત કરવી જોઈએ. ઈમેલ ફિલ્ટર્સ અને ફાયરવોલનો ઉપયોગ કરીને અજાણ્યા મેઈલને બ્લોક કરવા જોઈએ.ર. મોક ડ્રીલનું આયોજનઃ શાળાઓ અને કચેરીઓમાં કટોકટીના સમયે કેવી રીતે બહાર નીકળવું, તેની અવારનવાર પ્રેક્ટિસ થવી જોઈએ. ૩. સીસીટીવી નેટવર્કઃ દરેક પ્રવેશદ્વાર અને મહત્વના પોઈન્ટ્‌સ પર કાર્યરત સીસીટીવી કેમેરા હોવા અનિવાર્ય છે.

...............

ઈમેલ મોકલનારા ‘ટીખળખોરો’ માટે કડક ચેતવણી

• ઘણીવાર લોકો રમત-ગમતમાં કે પરીક્ષાઓ ટાળવા માટે આવા ઈમેલ કરતા હોય છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે, આ એક બિન-જામીનપાત્ર ગુનો છે.•  આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કડક જેલની સજા અને ભારે દંડની જોગવાઈ છે •  સાયબર પોલીસ ગમે તેટલા છુપા આઈપી એડ્રેસ હોય, તો પણ આધુનિક ટેકનોલોજીથી ગુનેગાર સુધી પહોંચી શકે છે.


.................

નાગરીકો પણ દાખવે જાગૃતી

૧.ગભરાશો નહીં : આવા ઈમેલનો મુખ્ય હેતુ જ અંધાધૂંધી ફેલાવવાનો હોય છે. શાંત રહીને વહીવટી તંત્રને સહકાર 
આપો. ર.અફવાઓ ન ફેલાવોઃ વોટ્‌સએપ કે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કર્યા વગરના મેસેજ ફોરવર્ડ ન કરો. અધૂરી માહિતી ભયનું વાતાવરણ ઉભું કરે છે. ૩. શંકાસ્પદ વસ્તુની જાણ કરોઃ જો તમને કોઈ બિનવારસી બેગ, ટિફિન કે શંકાસ્પદ વસ્તુ દેખાય, તો તરત જ ૧૦૦ કે ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરો.
તંત્ર તપાસ કરી રહ્યું છે, પણ નાગરિકોની સતર્કતા જ રાજ્યની શાંતિ જાળવી શકશે. કોઈ પણ ધમકીને હળવાશથી ન લો, પરંતુ તેનાથી ડરીને દબાઈ પણ ન જાવ. ડિજિટલ ધમકીઓ પાછળનું આયોજિત ષડયંત્ર - હવે જાગવાનો સમય છે.

.....................

આવા ઈમેઈલના મુળીયા ઉખેડવા જ પડશે


ગાંધીધામ : માત્ર તટસ્થ તપાસથી હવે કામ નહીં ચાલે, આ ઈમેલના મૂળિયાં ઉખેડવા પડશે. તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સાયબર નિષ્ણાતોની મદદ લઈને આ ઈમેલ ક્યાંથી અને કયા હેતુથી આવી રહ્યા છે તેનો પર્દાફાશ કરવો જ રહ્યો. બીજી તરફ, નાગરિકોએ પણ અફવાઓથી દૂર રહીને સતર્ક રહેવાની જરૂર છે.


.............

તંત્રને થાકવવાની મલિન વ્યૂહરચના?

ગાંધીધામ : જ્યારે પણ આવો કોઈ ઈમેલ આવે છે, ત્યારે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવે છે. અંતે કંઈ મળતું નથી, પરંતુ આ પ્રક્રિયામાં સરકારી તંત્રની શક્તિ અને કિંમતી સમયનો જે વ્યય થાય છે તે અકલ્પનીય છે. આ કોઈ સામાન્ય મજાક નથી, પણ સુરક્ષા એજન્સીઓની કાર્યક્ષમતાને ચકાસવાનું અને તેમને વારંવાર ખોટી તપાસમાં ગૂંચવીને ‘થાકવવાનું’ એક આયોજિત મનોવૈજ્ઞાનિક યુદ્ધ  હોય તેવું તો નથી ને?

..................


 

Comments

COMMENT / REPLY FROM