કચ્છની અદાલતોમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧ર૯૧૭ કેસોનો નિકાલ કરાયો
ભુજ - કચ્છઉદય : કચ્છની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતા પૂર્વક યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય લોક અદાલતમાં સમગ્ર કચ્છમાં ૬૭૭૪ પ્રી-લીટીગેશન કેસો, સમાધાન લાયક ૧૫૬૩ કેસો અને સ્પેશીયલ મેજીસ્ટ્રીયલ સીટીંગમાં ૪૫૮૩ કેસો એમ કુલ ૧૨૯૧૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ ૩૬.૪૦ કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયધીશ મહિડા દિલીપ પી.ની રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમીલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતા પૂર્વક યોજવામાં આવી હતી. લોક અદાલતને સફળ બનાવવામાં જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોમાં અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહીઓ કરવામાં આવી હતી. આ તબક્કે લોક અદાલતની સફળતા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને સિનીયર સિવિલ જજ બી.એમ. પ્રજાપતિનાઓએ ન્યાયાલયના કર્મચારીઓ, તમામ સ્ટેક હોલ્ડર્સનો તથા વકીલોનો આભાર વ્યક્ત કરેલ છે.
------

Comments