ટેન્કરમાંથી ૩૩ લાખનું એસીડ કાઢી પાણી ભરી ૧ર હજાર કિમી દૂર બેલ્ઝીયમ મોકલાયું
બેલ્ઝીયમમાં પાણી પહોંચાડવાનો ખર્ચ પણ ૧૦ લાખ થયો : ૪૩.૪૪ લાખની ઠગાઈ થતાં સીએચએ અને ટ્રક માલિક ડ્રાઈવર સામે ફોજદારી
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામથી મુંદરા મોકલવામાં આવેલ ટેન્કરમાંથી એસીડ કાઢી લઈ પાણી ભરી આ ટેન્કર મુંદરા બંદરથી આશરે ૧ર હજાર કિલોમીટર દૂર આવેલા બેલ્ઝીયમ દેશમાં મોકલવામાં આવ્યું હતું, ત્યાં રિપોર્ટ કરાવતા ૯૯.૯૯ ટકા પાણી મળતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કાસેઝના તખ્તસિંહ બલદેવસિંહ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત તા. ૮મી મેના આ બનાવ બન્યો હતો. તેમણે ટ્રક નંબર જી.જે. ૩૯ ટી ૧૩૦૦મા લાગેલા આઈસો ટેન્કમાં ર૧.૭૮૦ મેટ્રીક ટન રીસીનોલીક એસીડ કિ.રૂા. ૩૩,૧ર,૮૩૦નો માલ મોકલાવ્યો હતો. ગાંધીધામથી મુંદરા જતી વખતે રસ્તામાં પોતાના આર્થિક ફાયદા માટે આ એસીડ ટેન્કમાંથી કાઢીને તેમાં પાણી ભરવામાં આવ્યું હતું. અને બેલ્ઝીયમ મોકલી દેવામાં આવ્યું હતું.
બેલ્ઝીયમમાં એસીડ ન પહોંચતા ૩૩ લાખના એસીડ અને અન્ય ખર્ચા સહિત કંપનીને ૪૩.૪૪ લાખનું નુકશાન થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments