Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ-કાસેઝ સોપારીકાંડ : પોલીસે કસ્ટમને સોંપ્યા  મહત્વપૂર્ણ દસ્તાવેજ : નવા કડાકા-ભડાકા ના ભણકારાં

14 March



ઈન્ચાર્જ ડીસી શ્રી પાટીલના કાસેઝમાં ત્રણેક દીવસના ધામા બાદની હલચલ : બંધ બારણે બેઠકોનો દોર અને જવાબદારોનો ઉધડો લીધાની ચર્ચા

ગાંધીધામ : કંડલા સ્પ્શ્યલ ઈકોનોમીક ઝોનના ચોકકસ કોઈ યુનિટમાથી દાણચોરીયુકત દોઢ કરોડની સોપારીનો જથ્થો આધોઈ પાસે સાયબર ક્રાઈમ પોલીસની ટીમએ સજાગતા સાથે પકડી પાડતા કાસેઝની સલામતી વ્યવસ્થાઓ તથા સબંધિત કેસમાં રહેલી કચાશને લઈને વિવિધ સવાલો ઉભા થવા પામ્યા હતા. જો કે આ કેસમાં ઈન્ચાર્જ ડીસીશ્રી પાટીલ ખુબજ કડકાઈ સાથે તપાસ આગળ ધપાવીરહ્યા છે. કાસેજમાથી આ પ્રકારે સોપારીનીકળી જ કેવી રીતે ગઈ? તેમાં કોની કોની સંડોવણી છે? યુનિટધારકથી લઈ અને તંત્રના જવાબદારો તમામને સામે તટસથ્‌ તપાસ થવા માટે જેડીસી કક્ષાનાઅધિકારીઓની વિજિલન્સ કમીટી બનાવાઈ છે જે તપાસ કરી જ રહી છે તે વચ્ચે જ તાજેતરમાં જ તા.૭મી માર્ચથી નવમી માર્ચ સુધી ઈન્ચાર્જ ડીસીશ્રી પાટીલે ખુદ કાસેઝમાં પડાવ નાખ્યો હતો અને આ સમગ્ર કેસમાં જરૂરી લાલઆંખ કરી અને કડકાઈથી તપાસ કરવાના લાગતા વળતાઓને નિર્દેશ આપ્યા હોવાનુ માલુમ પડી રહ્યું છે.   બીજીતરફ કાસેઝ કસ્ટમ વિભાગ દ્વારા પાછલ લાંબા સમયથી તપાસનીશ પોલીસ તંત્ર સમક્ષ કેટલીક દસ્તાવેજી-સાધનીક માહીતીઓ માંગવામા આવી રહી હતી, કહેવાય છે કે આ માટે બબ્બે વખત પત્રવ્યહવાર કરવામા આવ્યો હોવા ઉપરાંત જે માહીતીઓ આપવામાં ઠાગઠૈયા કરવામા આવતા હતા તે પણ હવે સોપી દેવાયા છે અને તેથી જ મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવવા બાદ ચોકકસથી ઝોનમાં આગામી ટુક સમયમાં જ યુનિટધારક રાજેશ-મહાદેવ-આનંદ સહિતનાઓની ટોળકી સામે ગાળીયો વધુ મજબુતાથી તપાસનો લંબાઈશકે છે. કંડલા 
સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના તટસ્થ ઈન્ચાર્ઝ ઝોનલ ડેપ્યુટી કમિશનર શ્રી પાટીલની રૂબરૂ મુલાકાતે તંત્રમાં ફફડાટ મચાવી દીધો છે. આધોઈ સોપારી પ્રકરણની ગંભીરતાને જોતા ડીસીએ કાસેઝના જવાબદારો સાથે બંધ બારણે ૨ થી ૩ કલાક સુધી લાંબી મીટિંગ યોજી હતી. ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ સાથે પણ એકાદ કલાકની રિવ્યુ બેઠક યોજી કડક વલણ અપનાવ્યું હતું. ડીસીશ્રી પાટીલ દ્વારા પોલીસે આપેલા આધારો ઉપરાંતના પણ કેટલાક વધારાના જરૂરી દસ્તાવેજી પુરાઓ માંગ્યા હોવાનુ પણ સામે આવી રહ્યું છે.



..........................


પોલીસે કસ્ટમને સોંપ્યા પુરાવાઃ મુખ્ય સૂત્રધારો સુધી પહોંચશે તપાસનો ગાળિયો


ગાંધીધામ : બીજી તરફ પોલીસ તંત્રએ પણ તપાસમાં વેગ આપ્યો છે. ઝડપાયેલા આરોપી આનંદ સહિતના શખ્સોના નિવેદનો (સ્ટેટમેન્ટ) કસ્ટમ ઝોનની માંગણી મુજબ સોંપી દેવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા બાદ હવે વિજિલન્સ સમિતિ વધુ બારીકાઈથી તપાસ કરી શકશે. પોલીસ અને કસ્ટમના સંકલનથી હવે તપાસનો ગાળિયો યુનિટધારકો અને સોપારી કાંડના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.



......................


સોપારીનો જથ્થો બહાર નીકળ્યો કેવી રીતે? ડ્ઢઝ્રના કડક દિશા - નિર્દેશ

ગાંધીધામ : બેઠક દરમિયાન શ્રી પાટીલે વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આટલી સુરક્ષા હોવા છતાં સોપારીનો જથ્થો ઝોનની બહાર નીકળ્યો કેવી રીતે? તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી.ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવવી.ચોકસાઈપૂર્વક તપાસ કરી બેદરકાર અધિકારીઓ સામે પણ પગલાં લેવા.

Comments

COMMENT / REPLY FROM