Trending News
સ્થાનિક સમાચાર

પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની રચના કરાઈ 

13 March

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ એક્શન મોડમાં

પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા ની પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના પ્રદેશ સંયોજક તરીકે નિમણૂંક પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિમાં આઠ સભ્યોનો સમાવેશ કરાયો

      ગાંધીનગર:   ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે.     પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને આજે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના પ્રદેશ સંયોજક તરીકે પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા ના વડપણ હેઠળ આઠ સભ્યોની ચૂંટણી સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે.     પ્રદેશ ભાજપ દ્વારા આજે રચવામાં આવેલી પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિમાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ જયસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા દાહોદના સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર પૂર્વ મંત્રી પ્રદીપભાઈ પરમાર ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ પ્રદેશ રમતગમત સેલ ના પ્રદેશ કન્વીનર મનીષભાઈ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ નો પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.    ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની રચના કરી દેવામાં આવી છે હવે આગામી ટૂંક જ સમયમાં પ્રદેશ ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Comments

COMMENT / REPLY FROM