Trending News
સ્થાનિક સમાચાર

ડગાયચા ડાડા મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો

13 March




ત્રણ દિવસીય મહોત્સવમાં સમગ્ર ગુજરાતનો આહિર સમાજ ઉમટ્યો

ભુજ - કચ્છઉદય : કચ્છની ભાગોળે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે વીર ડગાયચા ડાડા (ડાંગર) ના ભવ્ય મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના તુણા ગામના ડાંગર પરિવારના પૂર્વજ વિર ડગાયચા ડાડાએ ગાયોના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતી આપી હતી, જેના કાપેલા હાથની હથેળીના સ્પર્શ માત્રથી પાટણ મંદિરનું નિમાર્ણ થયું હતું. તેવા ડાડાનો ડાંગર પરિવાર દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ મહોત્વસની શોભા વધારતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વિર ડગાયચા ડાડાએ ગાયોના રક્ષણ માટે જે બલીદાન આપ્યું હતું તે ડાડાના આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામાં આવી હું ખુબ જ ધન્યતા અનુભવું છું. આ મહોત્સવ જ આહિર સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કારનું પ્રતિબીંબ છે. શ્રી કૃષ્ણના વંસજ આહિર સમાજે શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્ર પ્રેમની પરંપરા જાળવી રાખી છે ત્યારે આ ભવ્ય મંદિરના નિર્માણને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે.
આ પ્રસંગે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ત્રીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, આ ભવ્ય મંદિરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ. સરકારે જે રીતે રૂદ્રમાતા, ગોર્વધન પર્વત અને ઉપરકોટ વિસ્તારમાં જે વિકાસ કાર્યો કર્યા છે તેવો જ ભવ્ય વિકાસ આ ઐતિહાસીક જગ્યા પર થાય તે માટે સરકાર કટીબદ્ધ રહેશે તેવી ખાત્રી આપી હતી. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જામનગરના સાંસદ પુનબેન માડમ, પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, સાંતલપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર વગેરે મંચસ્થ રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું સન્માન ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ ડાંગર, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, મંત્રી શામજીભાઈ ડાંગર, રાણા રવા ડાંગર, શિવજીભાઈ ડાંગર, રણછોડ ગોપાલ, રણછોડ ડાંગર (પટેલ), હરદાસભાઈ ડાંગર, બાબુ વેલજી ડાંગર, પ્રકાશભાઈ ડાંગર, ડી.કે. ડાંગર, ભાણાભાઈ ડાંગર, રમેશ ડાંગર વગેરેએ કર્યું હતું. સૌ મહેમાનોને આવકાર પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ ડાંગરે અને આભારવિધિ વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરે કરી હતી.
આ પવિત્ર જગ્યાના દાતા તરીકે ૧.૨૫ કરોડ રૂપીયાનું દાન આપનાર સ્વ. કાનજી ભગુ ડાંગરના પરિવાર વતી મનજીભાઈ અને શામજીભાઈનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને ર૬ લાખની માતબર રકમનો ચડાવો લેનાર પરેશભાઈ ડાંગર (રાજકોટ)નું સન્માન કરવામાં આવ્યું હતું તથા આ મંદિર નિર્માણમાં સહયોગ આપનાર તમામ દાતાઓનું સન્માન કર્યું હતું.
આ મહોત્સવમાં પધારેલ સાધુ સંતો, પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ આહિર, જામ જોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, તેજાભાઈ રમાભાઈ કાનગઢ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, શામજીભાઈ તેજાભાઈ ખટારિયા, કિરણભાઈ બાબુભાઈ ખટારિયા, નવિનભાઈ નારાણભાઈ ઝરૂ, રાઘુભાઈ રાજાભાઈ ડાંગર, વાસણભાઈ નારાણભાઈ ચણિયા,  મેરામણ ગોરીયા, હિરાભાઈ જોટવા, ઘનશ્યામભાઈ એરબા, કિશોર રાઠોડ (અવધ), ભાવેશભાઈ રાઠોડ, નરેન્દ્ર સાંગા, મિલન કુવાડીયા, નાગદાનભાઈ ચાવડા, શૈલેષ હરિ ડાંગર, વિજય વાંક, શામજી જેશા ડાંગર, ડાભાભાઈ આહિર લીમગાડા, ભોજાભાઈ ડાંગર, નવલશંકર શાસ્ત્રી, હમીરભાઈ ડાંગર, બાબુ રૂડા ડાંગર, લક્ષ્મણ સવા ડાંગર, રોહીત ડાંગર, શંભુ ગાંગજી ડાંગર, દેવાભાઈ ડાંગર, મનજીભાઈ ડાંગર, પાંચાભાઈ ડાંગર, વેલભાઈ ડાંગર, રાજેશ ડાંગર, ભોજાભાઈ ડાંગર, રવજી રામજી ડાંગર, વસરામભાઈ ડાંગર, બાબુભાઈ રામા (ધોરકડા), બાબુલાલ ધના અમથા ડાંગર, ગણેશા પટેલ, ભારમલ ખીમા, રામજી ડાયા, આણલુંભા ખેંગાર (સ્વામિનારાયણ), ખેંગાર પરબત, મયુરસિંહ જાડેજા, બાલુભા જાડેજા, ભુપત ડાંગર, રાજુભાઈ (ઈન્ફાવાળા), ગોવિંદ ડાંગર, હિલાકાકા ડાંગર, જગદીશ ડાંગર, રામ ડાંગર, અરજણભાઈ ડાંગર, સામત બેલા (ચિત્રકાર), ગાભા મેમા, બાબુભાઈ (ખરારા), દેવાભાઈ (હરીપર) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આઈ શ્રી મુળી માએ આર્શેવાદ આપ્યા હતા તથા સમગ્ર યજ્ઞ વિધિ દિનેશભાઈ રાવલ અને ભુદેવોએ કરી હતી.
આ સમારોહમાં ત્રણ દિવસ સુધી ભવ્ય દાંડીયારાસમાં બાબુભાઈ આહિર, ઘનશ્યામ ઝુલા, માદેવાભાઈ આહિર, ખુશીબેન આહિરે, હરદેવ હુંબલ, વિજય આહિર, ચંદ્રીકાબેન આહીર, પ્રવિણ આહિર, જેનીબેન ડાંગર, લક્ષ્મીબેન આહિર વગેરેએ રમઝટ બોલાવી હતી તથા ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ, લોક ગાયીકા દીવાળીબેન આહિર અને ભૂમીકા આહિરનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ ત્રણ દિવસીય મહોત્સવનું સ્ટેજ સંચાલન ટ્રસ્ટના મંત્રી શામજીભાઈ ભુરા ડાંગરે કર્યું હતું.
-------- 

Comments

COMMENT / REPLY FROM