Trending News
સ્થાનિક સમાચાર

ખોંભડી ગામે ગૌચર જમીન પર કરાયેલ બિનઅધિકૃત દબાણ દૂર કરાયું 

13 March



નખત્રાણા કચ્છઉદય : તાલુકાના મોટી ખોંભડી ગ્રામ પંચાયતની ગૌચર જમીન ઉપર કરાયેલ બિનઅધિકૃત દબાણને નખત્રાણા તાલુકા વહીવટી તંત્ર તથા શ્રી મોટી ખોંભડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવેલ છે. જિલ્લા લેન્ડ કમિટી દ્વારા ગૌચર જમીન રેવન્યુ સર્વે નંબર ૨૬૧ પૈકી ૬૨ વાળી જમીન ઉપર બિનઅધિકૃત દબાણને તાત્કાલિક દૂર કરવા અંગેનો હુકમ થયેલ હતો. તે હુકમ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ અધિકારી રઘુવીરસિંહ ઝાલાની આગેવાનીમાં પંચાયતના સરપંચ ધર્મિષ્ઠાબેન કાપડી, તલાટી હસુમતીબેન પરમાર, નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ સરવૈયા દ્વારા ફાળવવામાં આવેલ હતી. ગૌચર જમીનમાંથી દબાણ દૂર કરવાની સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, તેમજ ગૌચર જમીનને દબાણમાંથી મુક્ત કરવામાં આવેલ છે. 
---------

Comments

COMMENT / REPLY FROM