Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરમાં શરમજનકઘટના : વહીવટી તંત્રની આબરૂના ધજાગરા : પોલીસની હાજરી વચ્ચે ગેસના બાટલા માટે સર્જાઈ ધક્કામુક્કી

13 March

ગેસ એજન્સી પર અરાજકતાનું સામ્રાજ્ય





આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે હાહાકારઃ ‘સબ સલામત હૈ’ ના સરકારી દાવાઓના ઉડ્યા ધજાગરા : તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે જનતા રઝળી; પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેસનું વિતરણ થતા વહીવટી તંત્રની આબરૂના લીરેલીરા



શું હવે સામાન્ય નાગરિકે રસોઈ બનાવવા માટે પણ પોલીસના સાયરાન વચ્ચે સિલિન્ડર મેળવવા પડશે?

ખાટલે મોટી ખોટ : પ્રજાકિય પ્રતિનિધીઓ આ કટોકટીની સ્થિતીમાં બાટલા તો કદાચ નહી લાવી શકે, પરંતુ મત માંગતી વખતે ઘરોઘર જઈ અને હાથ જોડનારાઓ કમસે કમ ગેસ એજન્સીઓના સ્થળે અજરાકતા ન સર્જાય તે માટે વ્યવસ્થાઓ કરાવવા તો ગ્રાઉન્ડ પર ઉભા રહો, કેમ આવી કોઈ વ્યવસ્થાઓ-મદદ કરવાનુ રાજકીય પક્ષને સુજતુ નથી? બાટલાની કાળા બારી ન થાય તે માટે તો રસ્તા પર ઉતરો અને વ્યવસ્થાનો ભાગ બનો? રાજકીય પક્ષો કેમ પોતાના કાર્યકર્તાઓને આવી સ્થિતીએ મેદાનમાં નથી ઉતારતા?


આદિપુર : ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારત ના ગુલાબી સપનાઓ વચ્ચે આદિપુરની ધરતી પર આજે શરમજનક દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની સર્જાયેલી કૃત્રિમ અછતે સરકારના ‘સબ સલામત હૈ’ના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. ગેસ સિલિન્ડર જેવી પાયાની જરૂરિયાત માટે પણ જો જનતાએ પોલીસના લાઠી-ચાર્જ અને ધક્કામુક્કીનો સામનો કરવો પડતો હોય, તો સત્તાધીશોએ પોતાની નિષ્ફળતા સ્વીકારી લેવી જોઈએ.આદિપુરની પીટમન્સ ગેસ એજન્સી ખાતે આજે વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. ગૃહિણીઓ અને મધ્યમવર્ગીય પરિવારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા છતાં ગેસ ન મળતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે વહીવટી તંત્રએ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સવાલ એ થાય છે કે, શું હવે સામાન્ય નાગરિકે રસોઈ બનાવવા માટે પણ પોલીસના સાયરાન વચ્ચે સિલિન્ડર મેળવવા પડશે?


...................


પદાધિકારીઓની ચુપકીદી સામે ઉઠતા સવાલો

સત્તા પક્ષના નેતાઓ જે સુશાસનની વાતો કરે છે, શું આ જ તેમનું સુશાસન છે?  સત્તાપક્ષના નેતાઓ કદાચ એસી ચેમ્બરોમાં બેસી આંકડાની માયાજાળ રચવામાં વ્યસ્ત હશે પણ વિપક્ષને આવા મુદાઓ પર આગળ આવીને બોલવામાં કેમ સાપ સુંગી ગયો છે? તેઓ કેમ રસ્તા પર આવા વિષયો બાબતે ઉતરતા કયાં દેખાતા નથી? શું આ વિષય પ્રજાજનોને લગતો નથી?


ગાંધીધામ : બુકિંગ કરાવ્યાના દિવસો બાદ પણ ડિલિવરી ન મળતા લોકોના ઘરમાં ચૂલા ઠરી રહ્યા છે. એકતરફ મોંઘવારીનો માર છે અને બીજી તરફ તંત્રની આ લાપરવાહી. સ્થાનિક નેતાઓ અને જવાબદાર પદાધિકારીઓ માત્ર એરકન્ડિશન ઓફિસોમાં બેસીને આંકડાઓની માયાજાળ રચી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતામાં જનતા રસ્તા પર ધક્કા ખાઈ રહી છે. સત્તા પક્ષના નેતાઓ જે સુશાસનની વાતો કરે છે, શું આ જ તેમનું સુશાસન છે? જ્યાં સામાન્ય માણસને પોતાના હકનું ઇંધણ મેળવવા માટે પણ પરસેવો 
પાડવો પડે છે.

......................



તંત્ર-પ્રતિનીધીઓ એસી ચેમ્બરનો મોહ છોડે.! ગેસ બાટલાની વિતરણ વ્યવસ્થા સ્થળ પર જુએ


ગાંધીધામ : જો આગામી ૨૪ કલાકમાં ગેસ સપ્લાય રાબેતા મુજબ કરવામાં નહીં આવે અને એજન્સીઓની મનમાની પર લગામ નહીં કસાય, તો જનતાનો આક્રોશ વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તંત્રએ એસી કેબિનમાંથી બહાર આવી ગ્રાઉન્ડ લેવલની આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે. ગેસ સપ્લાયમાં રહેલી ખામીઓ દૂર કરી પારદર્શક વિતરણ વ્યવસ્થા ઉભી કરવી એ હવે સમયની માંગ છે.

Comments

COMMENT / REPLY FROM