રાજ્યના સાયબર ક્રાઈમ મોનીટરીંગ માળખામાં મોટો ફેરફાર :કચ્છ રેન્જ સહિતમાં સ્થાનિકે જ સોપાયું સુપરવિઝન
સાયર ક્રાઈમના નવનિયુકત વડા શ્રી ગંભીર એકશનમાં
હવે જે-તે રેન્જના સાયબર પોલીસ સ્ટેશનની દેખરેખની સીધી જવાબદારી સંબંધિત જિલ્લા પોલીસ અધિક્ષકોને સોંપાઈ
ગૃહ વિભાગના જાહેરનામા બાદ પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા હુકમ જાહેર : તાત્કાલિક અમલીકરણના આદેશ
સરકારનો આ નિર્ણય વહીવટી ગતિ લાવવા હોઈ શકે, પરંતુ જો તેના પર રાજય કક્ષાનું ઓવરરાઈડીંગ સુપરવિઝન નહી રહે તો તે વરદાનને બદલે અભિશાપ રૂપ બની શકે છે - તો પછી હાઈપ્રોફાઈલ કૌભાડોની તપાસ તટસ્થની આશા રાખવી બનશે વ્યર્થ : સ્થાનિકે સત્તા અપાયેલી છે ત્યારે સાયબર ક્રાઈમની ટીમને સ્થાનીક દબાણ હેઠળ કામ નહી કરવુ પડે તેની શું ખાત્રી રહેશે?
ગાંધીધામ : ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાખોરી ડામવા અને તપાસ પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના હેતુથી પોલીસ તંત્રમાં મહત્વના વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (વહિવટ) ગગનદીપ ગંભીર કે જેઓને તાજેતરમાં જ રાજયના એસએમસી વિભાગના વડા તરીકે નિયુકત કરવામા અવ્યા છે તેમના દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુકમ મુજબ, હવે વિવિધ રેન્જ હસ્તકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોનું સુપરવિઝન જે-તે જિલ્લાના પોલીસ અધિક્ષકોને સોંપવામાં આવ્યું છે. આ નિર્ણય વહીવટી સુગમતા અને સાયબર ગુનાઓની તપાસમાં વધુ અસરકારકતા લાવવાના આશયથી લેવામાં આવ્યો છે.કયા રેન્જ અને કયા પોલીસ અધિક્ષકોને જવાબદારી મળી? જો તે બાબતે વાત કરીએ તો નવા હુકમ મુજબ, બોર્ડર રેન્જઃ પોલીસ અધિક્ષક, કચ્છ-ભુજ
(પશ્ચિમ), અમદાવાદ રેન્જઃ પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, સુરત રેન્જઃ પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય, વડોદરા રેન્જઃ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, રાજકોટ રેન્જઃ પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ રેન્જઃ પોલીસ અધિક્ષક, જુનાગઢ, ભાવનગર રેન્જઃ પોલીસ અધિક્ષક, ભાવનગર,ગાંધીનગર રેન્જઃ પોલીસ અધિક્ષક, ગાંધીનગર, પંચમહાલ-ગોધરા રેન્જઃ પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરારેન્જ કચેરીઓ હેઠળના સાયબર પોલીસ સ્ટેશનનું સુપરવિઝન હવે જે-તે જિલ્લાના પોલીસ અધિક્ષક સંભાળશે.રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગત તારીખ ૧૪ મે, ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાં ક્રમાંક ય્ય્/૭૪/ઁજી્/૧૦૨૦૨૦/૩૦૭/ઝ્ર અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૨ની પેટા-કલમ (૧) ના ખંડ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્યપાલના આદેશથી ડેપ્યુટી સેક્રેટરી અનિતા ઝુલા દ્વારા આ સૂચનાઓ જારી કરાઈ હતી. જે મુજબ નિર્દિષ્ટ જિલ્લાના પોલીસ અધિક્ષકોની કચેરીઓને તેમના કાર્યક્ષેત્ર માટે ‘સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન’ તરીકે જાહેર કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીરના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સુપરવિઝન અંગેની આ કામગીરી તાત્કાલિક અસરથી સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષકોને સુપરત કરવાની રહેશે અને તે અંગેની જાણ મુખ્ય કચેરીને કરવાની રહેશે. આ હુકમ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડ્ઢય્) અને હેડ ઓફ પોલીસ ફોર્સ (ર્ૐઁહ્લ) ની મંજૂરીથી જારી કરવામાં આવ્યો છે.આ નવા માળખાથી સ્થાનિક સ્તરે સાયબર ગુનાઓના ઉકેલમાં ગતિ આવશે અને દેખરેખની
પ્રક્રિયા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Comments