Trending News
સ્થાનિક સમાચાર

જમીન માલિક હયાત હોવા છતાં ખોટા મરણના દાખલા બનાવી કિંમતી જમીન પચાવવાનો કારસો

13 March



કોઈ પુત્ર ન હોવા છતાં ખોટું પેઢી પંચનામું, મરણના દાખલા રજુ કરી વારસાઈ પડાવવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરતા ભોપાળું ખુલ્યું : મુંબઈના શખ્સો સામે ગાંધીધામના વૃદ્ધે નોંધાવી ફરિયાદ


ગાંધીધામ - કચ્છઉદય : જિલ્લામાં માલિકની જાણ બહાર કિંમતી જમીન પચાવી પાડવાના કિસ્સા અવારનવાર સામે આવે છે. પૂર્વ કચ્છમાં જમીન માલિક હયાત હોવા છતાં ખોટા મરણના દાખલા બનાવી કિંમતી જમીન પચાવવાનો કારસો રચવામાં આવ્યો હતો. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ સેકટર - ૪ માં રહેતા તારાચંદ ભીખચંદ શાહના જણાવ્યા પ્રમાણે તેમની માલિકીની જમીન ભીમાસર ગામમાં સર્વે નંબર ૩૦પ વાળી આવેલી છે. આ જમીનના માલીક પોતે અને પત્નિ હયાત હોવા છતાં તેમના નામના ખોટા મરણના દાખલા બનાવી આ મરણના દાખલાને આધારે ફરીયાદીને હિરેન તારાચંદ શાહ નામનો પુત્ર હોવાનું ખોટું પેઢી પંચનામુ કરવામાં આવ્યું હતું. હકીકતમાં હિરેન નામનો તેમનો કોઈ પુત્ર જ નથી. તેમ છતાં ખોટા મરણના દાખલા, ખોટું પંચનામુ, પેેઢી પંચનામું બનાવી આ બધું નકલી હોવા છતાં જમીનમાં ખોટી વારસાઈ નોંધ પડાવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. અંજાર મામલતદાર કચેરીમાં તેની અરજી કરવામાં આવી હતી. ફરીયાદીની કિંમતી જમીન પચાવી પાડવા માટે ખોટી વારસાઈ નોંધની પેરવી કરવામાં આવતા જાગૃત ફરીયાદીએ આ મામલે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં આરોપી તરીકે હિરેન શાહ નામ ધારણ કરનાર ઈસમ, મુૃંબઈના પરેલનો ઉદય રાજેશ શાહ, જીગર રમણીકલાલ પલણ, અયાન આહીર, તેમજ તપાસમાં નિકળે તે ઈસમો સામે ગુનો દાખલ કરાયો છે. જેથી અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM