Trending News
સ્થાનિક સમાચાર

અંજાર નગરપાલિકામાં સ્ટ્રીટલાઈટ ખરીદીમાં ઓવરએસ્ટીમેટ કાંડનો અંગુલીનિર્દેશ : નાણા કયા કમલમમાં પહોચે છે..?

13 March

જિલ્લા અધ્યક્ષ-રાજયમંત્રીશ્રી તટસ્થ છે, લે કડક પુછાણા.!



પ૦૦થી ૬૦૦ રૂપીયામાં બ્રાન્ડેડ સ્ટ્રીકલાઈટ મળી શકે તેમ હોવા ઉપરાંત પણ ૧૮૦૦માં ખરીદવા પાછળનું તર્ક શું? સપ્લાયર્સ સાથે 
કેવા પ્રકારની છાની ગોઠવણીઓ કરાઈ? બીલો પણ ઉતાવળે 
ચુકવાઈ ગયા? કોના પિતાશ્રીની દિવાળી?

ખાટલે મોટ ખોટ : સરકારે ભ્રષ્ટાચાર રોકવા અને પારદર્શિતા લાવવા માટે જીઈએમ(જેમ)પોર્ટલ જેવી વ્યવસ્થા ઉભી કરી છે પરંતુ અંજારનો આ કિસ્સો સુચવે છે કે ઈરાદા સાફ ન હોય તો ડીજિટલ પ્લેટફોર્મ પર પણ કૌભાંડ આચરી જ શકાય છે 


સંગઠનને પણ ઉંધા ચશ્મા પહેરાવાતા હોવાની ઉઠી રહી છે ચર્ચા : તગડી રકમોના માર્જીન સાથે ખરીદાયેલી સ્ટ્રીટલાઈટસમાથી મળતી રકમો પાર્ટી ફંડમાં જમા કરવામાં આવતી હોવાનો કરાય છે દાવો, જો એમ હોય તો પક્ષના ધુરંધરોએ આવું કહેનારાઓથી પુછવું જોઈએ કે, કયા કમલમમાં આ વધારાના નાણાની રકમ પહોચી રહી છે? અંજાર-ભુજ-કે ગાંધીનગર ? : જાણકારોનો તીખો સવાલ


શું વિપક્ષ આ મામલે આરસીએમ(રીઝનલ કમિશ્નરશ્રી મ્યુનિસીપલ કાર્પોરેશન રાજકોટ)ને અથવા તો એસીબીમાં ફરીયાદ દાખલ કરવાની હિમંત પ્રજા હિતમાં કેમ દેખાડતું જ નથી? : ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કાર્પોરેશન(જીપીએમસી) એકટ મુજબ કમિશ્નર તિજોરીના રક્ષક છે, જો કોઈ પણ ખરીદીમાં જાણી જોઈને ઉંચા ભાવ ચુકવીને કાર્પોરેશનેને નુકસાન પહોચાડવામા આવે તો ડયુટી ઓફ કેર(કાળજી રાખવાની ફરજ)નો ભંગ ગણાય છે : આરસીએમએ પણ આવી ઘટનાઓની ગંભીરતાઓ સામે કેમ મૌન છે? જાણકારોમાંથી ઉઠતા આકરા સવાલો



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર અંજાર શહેરમાં માળખાગત સુવિધાઓ વિકસાવવાના નામે અમુક બની બેઠલા સત્તાધીશો દ્વારા એક યા બીજી રીતે ખુદના ગજવા જ સીધા અથવા તો પરોક્ષ રીતે ગરમ કરવામા આવી રહ્યા હોય તેવી ચર્ચાઓ તેજ બની જવા પામી ગઈ છે. આ વાતને ફરીથી હવા મળવાનુ કારણ બની રહી છે તાજેતરમાં જ ખરીદાયેલી શહેર માટેની સ્ટ્રીટલાઈટસ. સ્ટ્રીટલાઈટ ખરીદીમાં જાણે કે મેળાપીપણાં કરી અને ઓવરએસ્ટીમટ સાથેની મોંઘીદાટ સ્ટ્રીટલાઈટ ખરીદવામા આવી હોવાથી મોટા અંગુલીનિદેશ થવા પામી રહ્યા છે. 
પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, અંજર નગરપાલિકાનો વહીવટ અમુક બની બેઠેલાઓ થકી ફરીથી વિવાદના વમળોમાં ઘેરાતો હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. શહેરોમાં અજવાળુ પાથરવા માટે ખરીદામા આવેલી ર૪ વોલ્ટની એલઈડી સ્ટ્રીટ લાઈટોમાં મોટાપાયે ઓવર વેલ્યુએશનનું એક સિન્ડીકેટ રચી અને સુનિયોજીત કૌભાંડ આચરાવામા આવ્યુ હોવાની ચર્ચા સંકુલમાં આંતરીક રીતે ગણગણાટ સર્જી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, જીઈએમ પોર્ટલ પરથી થયેલી આ ખરીદીમા બજારભાવ કરતા ત્રણ ગણા વધુ ભાવ ચુકવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. નગરપાલીકા દ્વાર શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવા માટે ર૪ વોલછ્‌ટની ૧૦૦૦ નંગ એલઈડી લાઈટોની ખરીદી કરવામા આવી છે. આ ખરીદીમાં એક લાઈટની કિમંત ૧૮૦૦ દર્શાવવામા આવી હોવાનુ મનાય છે. નવાઈની વાત એ છે કે આ લાઈટોનો મોટો જથ્થો અત્યારે પાલિકામાં આવી પણ ગયો છે અને લગાવવાની કામગીરી પણ શરૂ થવાની તૈયારીઓ આદરાઈ રહી છે. બજારભાવ અને પાલિકાના ભાવ વચ્ચે કેમ આટલો મોટો તફાવત? તેવા સવાલો પણ પ્રબુદ્ધલોકો કરી રહ્યા છે. ટેકનિકલ જાણકારોના મતે ર૪ વોલ્ટની સારી બ્રાન્ડેડ એલઈડી લાઈટ માર્કટમાંપ૦૦થી ૬પ૦ની આસપાસમાં વોરંટી સાથે મળી રહી છે. તો પછી આટલી બધી મોઘી લાઈટોનો ઓર્ડર કેમ આપી દીધો? કોણે આપ્યો? કોના કહેવાથી અપાયો? કેવા હેતુસર આપવામા આવ્યો છે? જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે નગરપાલિકાએ આ લાઈટો ૧૮૦૦મા ખરીદી હોય તો ૧૦૦૦ લાઈટ દીઠ સીધો જ દસથી બાર લાખ રૂપીયાનો મોટો ફટકો સરકારી તિજારેને પડી રહ્યો છે.  જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, આ રીતના આંધણ બાબતે જયારે અમુક બની બેઠેલાઓને સવાલો કરે છે તે કહી રહ્યા છે કે, આ ગોઠવણથી પાર્ટીફંડમાં રકમ જમા અમે કરી રહ્યા છીએ. જો ખરેખર આવા જવાબો અપાતા હોય તો પછી સત્તાપક્ષના જિલ્લા અધ્યક્ષશ્રી આ જ શહેર-વિસ્તારમાંથી આવી રહ્યા છે અને વર્તમાન સમયે રાજય સરકારમાં મંત્રીપદે પણ ગરીમા મય ઉપસ્થિતી ધરાવી રહેલા મોભી પણ આ અંજાર વિધાનસભા વિસ્તાર-શહેર પટ્ટામાથી જ આવી રહ્યા છે તેઓએ પુછવુ જોઈએ કે, પાર્ટી ફંડની રકમ કેવી રીે કયા જમા કરવામા આવે છે? કયાકમલમમાં આ વધારાના ઉપરના નાણાની રકમ જઈરહી છે? અંજાર, ભુજ કે ગાંધીનગર? કમલમ તો ઠેર ઠેર બની જ ગયા છે? આવુ કહેનારાઓ કયા કમલમમાં આ રકમને જમા કરાવી રહ્યા છે? જિલ્લા અધ્યક્ષશ્રી તથા મંત્રીશ્રી બન્ને ખુદ સાદગી, પ્રમાણિકતા, પ્રજાપરાયણતાને વરેલા લોકસેવકોની છબી ધરાવી રહ્યા છે. તેઓની લોકપ્રીયતા પ્રજાજનોમાં ખરા જનનાયકની જ રહેલી છે પરંતુ અંજારમાં અમુક બની બેઠેલા તત્વોના છાના ખેલના લીધે સવાલ એવો પણ થઈ રહ્યો છે કે, પક્ષના ધુરંધર નેતાઓના વિસતારમાં પણ અમુક બની બેઠલાઓ આવી લાલીયાવાડી ચલાવી રહ્યા છે કે શું?
સરકારની તિજોરીમાં પ્રજાના ટેક્ષના પૈસાથી જ નગરપાલિકાઓને ગ્રાન્ટ અને રકમની ફાળવણી થતી હોય છે એટલે આ તો પ્રજાના ટેક્ષના પૈસાનું બીજી રીતે સીધુ આંધણ જ થયુ કહેવાય? જે લાઈટો ચાર લાખમાં બ્રાન્ડેડ કંપનીની અને વોરંટી સાથેની જ મળી જતી હોય તેના માટે ૧ર લાખની ચુકવણી થાય તો એ પ્રજાના પરેસેવાની કમાણીની લુંટ સિવાય બીજું કંઈ જ નથી? તેમ શા માટે ન કહેવાય..? આ બાબતે અંજાર નગરપાલીકાના શાસકો તથા વહીવટીતંત્ર સામે હવે આંગળીઓ ચીંધાઈ રહી છે. જો આ ખરીદીમાં ખરેખર ગેરરીતીઓ થઈ હોય તો તેના બીલોની ચુકવણી અટકાવી અને જવાબદારો સામે. કડક પગલા ભરવા જોઈએ તે રીતનાકડક પુછાણા જીલ્લાના પક્ષના અધ્યક્ષ તથા મંત્રીશ્રીએ અમુક લાપરવાહનોના કાન આમળી અને પ્રજાહિતની તેઓની છબીને કાયમ જ રાખી દેખાડવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM