Trending News
સ્થાનિક સમાચાર

ભુજના હૃદયસમા વિસ્તાર બસ સ્ટેશન પાસેનો જર્જરીત માર્ગ બનાવવા કોંગ્રેસની માંગ

12 March



ભુજ - કચ્છઉદય : ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં નાશ પામેલા ભુજમાં નવસર્જન વખતે સમગ્ર ભુજ શહેરમાં નવા માર્ગ બનાવવામાં આવ્યા હતા. ભૂકંપના ૨૫ વર્ષ બાદ ભુજ શહેરના ઘણા વિસ્તારોના હજુ જર્જરીત માર્ગો બનાવવામાં આવ્યા નથી, તે પૈકીનો એક ભુજના હૃદય સમા બસ સ્ટેશન વિસ્તારનો માર્ગ તદન જર્જરીત હાલતમાં છે. એક તરફ સરકાર “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” ના સૂત્રો આપી પ્રવાસીઓને કચ્છમાં પધારવા આમંત્રણ આપે છે અને બીજી તરફ કચ્છમાં પ્રવેશ કરતા જ જિલ્લાનો મુખ્ય બસ સ્ટેશન વિસ્તારનો માર્ગ તદ્દન જર્જરીત છે. આવા રસ્તાઓ જોઈ પ્રવાસીઓ કચ્છની શું છાપ લઇને જશે ? હાલમાં જ સોશિયલ મીડીયા ટ્રાવેલ બ્લોગર મોહિતે એક વિડીયો બનાવી કચ્છના રસ્તા બિહારથી પણ ખરાબ હોવાનો ચિતાર ઇન્ટાગ્રામ પર આપ્યો છે, જે ખુબ વાયરલ પણ થયો છે માટે આ માર્ગ બનાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓએ તાત્કાલિક અસરથી નવા બનાવવા રજૂઆત કરી જ્યાં સુધી નવો રસ્તો ન બને ત્યાં સુધી કામ ચલાઉ ધોરણે જર્જરીત માર્ગને પેચવર્ક કરવામાં આવે એવી રજૂઆત કરી છે. એક તરફ ભાજપ શાસિત ભુજ નગરપાલિકા પોતાના પદાધિકારીઓના રહેણાંક વિસ્તારોમાં સારા રસ્તાઓ હોવા છતાં ખોદી બે-ત્રણ વર્ષે નવા બનાવે છે તો ભુજનો હૃદયસમાન વિસ્તાર બસ સ્ટેશન પાસેનો રસ્તો શા માટે નથી બનાવતી તે પણ એક ગંભીર પ્રશ્ન છે. રજૂઆત સમયે ફકીરમામદ કુંભાર, કાસમ સમા, ઘનશ્યામ સોની, પૂજન ગોર, શક્તિસિંહ ચૌહાણ, આઈશુબેન સમા વગેરે જોડાયા હતા.
-------------------

Comments

COMMENT / REPLY FROM