Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : જિલ્લા પુરવઠા અધિકારી

12 March



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ સક્રિય બન્યું છે. આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ ગેસ એજન્સીઓના સંચાલકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લામાં ગેસ બુકિંગમાં અચાનક વધારાને ધ્યાનમાં રાખીને પેનિક બુકિંગ ન કરવા માટે ડિલરોને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ સ્પષ્ટ કર્યું હતું કે, જિલ્લામાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની કે અફવાઓમાં આવવાની કોઈ જરૂર નથી. હાલમાં જિલ્લામાં આશરે ૧૨,૯૦૦ જેટલા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ઉપલબ્ધ છે. સાથે જ તંત્રે ચેતવણી આપી છે કે ડોમેસ્ટિક સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ, સિલિન્ડરની સંગ્રહખોરી અથવા કાળાબજારી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
--------

Comments

COMMENT / REPLY FROM