આદિપુર - ૪બી વિસ્તારમાં રખડતા ભટકતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત
શાળાની બાજુમાં ઢોરના જમાવડાથી બાળકો અને સ્થાનિક રહેવાસીઓમાં ભય
ગાંધીધામ - કચ્છઉદય : આદિપુરના ૪-બીમાં રખડતા ઢોરની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. સતત જોરજોરથી ભાંભરતા ઢોર રહેવાસીઓની શાંતિમાં ખલેલ પહોંચાડી વાતાવર પ્રદૂષિત કરે છે અને મહાનગરપાલિકા દ્વારા થતી સફાઈને પણ છાણ, મુત્ર કરી ગંદકી ફેલાવે છે. ઉપરાંત આ વિસ્તારમાં સ્કુલ પણ આવેલ છે, અને હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળા છૂટવાને સમયે આ ઢોર તોફાને ચઢે છે ત્યારે બાળકોના જીવ તાળવે ચોટી જાય છે, આંખલા યુદ્ધ ક્યારેક તો રહેવાસીઓ અને અભ્યાસ કરતાં બાળકોમાં દહેશત ઉભી કરે છે, છૂટક ઘાસચારો બેરોકટોક વહેંચી ઢોરનો જમાવડો કરાય છે. મહાનગરપાલિકા ૪બી વિસ્તારના લોકો ઢોરની સમસ્યાનું પણ સત્વરે નિવારણ લાવે તેવી માંગ કરી હ્યા છે. જેથી બાળકો અને વૃદ્ધ લોકો ઘરની બહાર નીકળી શકે.
-----

Comments