બિદડા સર્વાદય ટ્રસ્ટ ખાતે યોજાયેલ જનરલ સર્જરી કેમ્પમા ૧૭ ઓપરેશન કરાયા
બિદડા -કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતેે જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામના નિષ્ણાંત જનરલ સર્જન ડો. કિશન કટુઆ તથા ડો. સપના કટુઆ દ્વારા દર્દીઓની તપાસણી કરી ઓપરેશન યોગ્ય ૧૭ દર્દીઓના ઓપરેશન નવનીત સર્જીકલ ઓપરેશન થીયેટર ખાતે કરવામાં આવ્યા હતા, જે પૈકી સારણગાંઠ, હરસ-મસા તથા નાની મોટી ગાંઠોના ઓપરેશન ટ્રસ્ટના નવનીત સર્જીકલ ઓપરેશન થીએટર ખાતે રાહત દરે કરવામાં આવ્યાં હતા.
ડો. કિશન કટુઆએ જણાવ્યુ કે, વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલાઓના છાતીના કેન્સર પર ચર્ચા કરી જેમાં મહિલાઓની છાતીમાંથી થતી ગાંઠ જેનો આકાર વધતો હોય, છાતી માંથી લોહી કે પરૂ આવતો હોય કે અથવા છાતીના આકારમાં ફેરફાર થતો હોય તો તે કેન્સરના લક્ષણો હોઈ શકે. એ માટે મહિલાએ જાતે તપાસ કરવી જોઈએ અને જો કોઈ લક્ષણો જણાય તો એમને બિદડા સર્વોદય ટ્રસ્ટ અને ડો. કિશન કટુવાનો સંપક કરવા જણાવ્યુંં હતું. કેમ્પ દરમ્યાન એનેસ્થેટીક ડો. નરેન્દ્ર પિત્રોડા સેવાઓ આપી હતી. સંસ્થાના સ્થાનિક ડો. નરોતમ ભાનુશાલી, ડો. દિક્ષિત વેલાણી અને ડો. કનકસિંહ મોરીએ દર્દીની પ્રી અને પોસ્ટ ઓપરેશન સંભાળ રાખી હતી.
સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યુંં હતું કે, ડો. કિશન કટુઆ દર શનિવારે બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે આવી દર્દીઓની તપાસણી કરે છે અને ઓપરશેનની જરૂરત હોય તેવા દર્દીઓના ઓપરેશન દર મહિને રાહત દરે ટ્રસ્ટ ખાતે કરવામાં આવે છે. ટ્રસ્ટી શાંતિભાઈ વીરા, ડો. મયુર મોતા અને શરદભાઈ રાંભીઆએ ડોકટર્સ અને સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
------------

Comments