Trending News
સ્થાનિક સમાચાર

અમદાવાદથી સ્કવોડ આવી અને પાલારામાંથી  ફરી એકવાર બે મોબાઈલ મળ્યા

12 March


અવારનવાર ફોન પકડાય અને બી ડીવીઝનને તપાસ સોંપાય પણ આજદિન સુધી કેદીઓના નામ, ફોન કોણ આપી જાય છે ? કોણ કોનાથી વાત કરે છે ? તે સહિતની બાબતો રહે છે ગુપચુપ : માત્ર કરવા ખાતર ફોજદારીની કાર્યવાહી થતી હોવાના આક્ષેપો ઉઠયા 


ભુજ - કચ્છઉદય : જિલ્લાની ખાસ પાલારા જેલમાં અવારનવાર મોબાઈલ મળી આવે છે. કયારેક શૌચાલયમાંથી તો કયારેક દિવાલમાં છુપાવેલા ફોન મળી આવે છે. બુધવારે અમદાવાદથી ઝડતી સ્કવોડ આવી હતી, તેને જેલની અંદર દવાખાના વિભાગમાં ઈસીજી રૂમની પાછળ બહારના ભાગે બારી નીચે ગટરની કુંડીમાંથી બે મોબાઈલ મળ્યા હતા. જેમેકસ અને સેમસંગ કંપનીના  બે મોબાઈલ મળ્યા હતા. પોલીસે બે મોબાઈલની કિંમત રૂા. માત્ર ર૦૦ દર્શાવી છે. ઝડતી સ્કવોડના જેલર દેવશી રણમલભાઈ કરંગીયાએ ગેરકાયદે રીતે પાલારા જેલમાં મોબાઈલ છુપાવી રાખવા બાબતે અજાણ્યા  ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો છે. મહત્વની બાબત એ છે કે, પાલારા જેલમાં અવારનવાર સ્થાનીક ટીમ, અમદાવાદની ટીમની તપાસ  દરમ્યાન મોબાઈલ મળી આવે છે. મહિનામાં એકાદ કિસ્સો હોય જ છે, પરંતુ છેલ્લા ઘટનાક્રમો પર નજર કરીએ તો મોબાઈલ પકડાય, બી ડીવીઝન પ્રિઝન એકટનો ગુનો દાખલ થાય, બાદમાં આ મોબાઈલ કોણ લઈ આવ્યું ? કોણે વાત કરી ? કોનાથી વાત કરી ? આ તમામ બાબતો જેમ કેદી કોટડીમાં બંધ હોય તેમ બંધ જ રહે છે. આજે જમાનો ડીજીટલ છે, એઆઈનો યુગ છે. કોલ ડીટેલ્સ, મોબાઈલ ટાવર લોકેશન સહિતની  બાબતો તપાસમાં આવે તો કેટલી સેકન્ડ સુધી સીમકાર્ડ ચાલુ રહ્યું ? કોની સાથે વાત થઈ ? તે બાબતો સામે આવી શકે પરંતુ આ કિસ્સામાં હરહંમેશ નામ માત્રની કાર્યવાહી કરી સબ સલામતનું ચિત્ર રજુ કરી દેવામાં આવતું હોવાના આક્ષેપો જાણકારો કરવામાં આવ્યા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલારા ખાસ જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ છે. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારના ખુંખાર કેદીઓ અહીં સજા કાપે છે. પરંતુ કાયદો માત્ર ચોપડા પર હોય તેવી પરિસ્થિતિ છે. 


......

Comments

COMMENT / REPLY FROM