કંડલા આવતા જહાજ પર હુમલાના આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડઘા
વિદેશમંત્રી એસ જયશંકરના આંકરા તેવર રંગ લાવ્યા : ભારતને મળી મોટી રાહત
ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ટેલીફોનીક વાતચીત કર્યા બાદ ઈરાને ભારતીય જહાજોને હોર્મુર્ઝ ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની આપી લીલીઝંડી : જો કે, ગત રોજના હુમલામાં ૩ લાપત્તા પૈકીના બે ક્રુ મેમ્બર્સના મોતના સમાચારથી ફેલાયો છે શોક
હોર્મુઝની ખાડીમાં કંડલા આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર ઈરાની હુમલો થયા બાદ ભારતની આકરી પ્રતિક્રિયાથી હોમુર્જ ખાડીમાં ભારતના જહાજોને મળી વિશેષ છુટ
ઈરાનની મંજુરી મળ્યા બાદ આજે ભારતના બે ઓઈલ ટેન્કરો પુષ્પક અને પરિમલ સુરક્ષિત રીતે હોમુર્જમાંથી થયા પસાર- આ પહેલા પણ એક જહાજ કે જેના કેપ્ટન ગુજરાતી કહેવાય છે તે શીપ પણ હોમુર્જમાંથી થયું પસાર
ગાંધીધામ : મીડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ ૧ઘ દીવસથી ચાલી રહ્યું છે. અમેરીકાએ યુદ્ધ ખત્મ કરી દીધુ હોવાના દાવાઓ કર્યા છે તે વચ્ચે જ હવે આ યુદ્ધની જવાળા કચ્છમાં કાર્યરત બંદરો સુધી પહોચી જવા પામી ગઈ છે. ગત રોજ કંડલા અને મુંદરા આવી રહેલા કુલ્લે ત્રણ જેટલા જહાજોને હોમુર્જ ખાડીમાં ઈરાન દ્વારા હુમલા કરી અને આગના હવાલે કરી દીધા હતા. આ ઘટનાથી ભારતની કેન્દ્ર સરકાર લાલઘુમ થવા પામી હતી અને વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા આ ઘટના અંગે કડકાઈપૂર્વકનું ભારતનુ વલણ ઈરાનના વિદેશમંત્રી સમક્ષ રજુ કરતા હવે આ ઘટનાના આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડઘા પડી ચુકયા હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. આ ઘટના અંગે સહજે વિગતે વાત કરીએ તો ગઈકાલે ૧૧ માર્ચના રોજ, પશ્ચિમ એશિયાના અત્યંત
મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગ પર એક ગંભીર સૈન્ય હુમલો થયો હતો. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતું કાર્ગો જહાજ ’મયૂરી નારી’, જે ેંછઈ ના ખલીફા બંદરેથી નીકળી ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું, તેને ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર (ૈંઇય્ઝ્ર) દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૧૧ કલાકે થયેલા આ હુમલામાં જહાજ પર સીધો ગોળીબાર અને ગોળા ફેંકવામાં આવ્યા હતા.
?આ ઘટના બાદ ભારત સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરતા જણાવ્યું છે કે, "ભારત પશ્ચિમ એશિયામાં વાણિજ્યિક જહાજો પર થતા સતત હુમલાઓની આકરી ટીકા કરે છે. નિર્દોષ ક્રૂ સભ્યોના જીવ જોખમમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગમાં અવરોધ ઊભો કરવો એ સ્વીકાર્ય નથી. મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે આ સંઘર્ષમાં અગાઉ પણ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ માર્ગો પર શિપિંગની સ્વતંત્રતા જાળવવી એ વૈશ્વિક જવાબદારી છે. ભારતના આ મુજબના કડક વલણ બાદ સમાચારો જે રીતે સામે આવ્યા છે તે અનુસાર ભારત અપનાવેલ કડક વલણ બાદ ઈરાને હોમુર્જ સ્ટ્રેટના દ્વાર ભારત માટે ખોલી દીધા હોવાનુ સામે આવી રહ્યું છે. ભારતને તેનાથી એક મોટી રાહત મળવા પામી છે. વિદેશમંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે થયેલા ટેલીફોનિક વાતચીત બાદ ઈરાને ભારતીય ટેન્કરોને સ્ટ્રેટ ઓફ હોમુર્જમાથી સુરક્ષિત રીતે પસાર થવાની મંજુરી આપી છે. જે ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યતં મહત્વનું પગલુ બની રહેશે. જો કે બીજીતરફ કંડલા આવી રહેલા જહાજમાં હુમલાના સમયે જહાજ પર કુલ ૨૩ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. રોયલ થાઈ નેવી દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ૨૦ સભ્યોને સુરક્ષિત રીતે ઓમાન ખસેડવામાં આવ્યા છે. જોકે, પ્રાપ્ત વિગતો અનુસાર બાકીના ૩ સભ્યોમાંથી ૨ ના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ગુમ થયેલા સભ્યોની શોધખોળ અને હુમલાના ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે. પંરતુ બે ક્રુના મોતના સમાચારથી શોક ફેલાવવા પામ્યો છે.
.........
હોમુર્જ માર્ગ ખુલ્લો મુકાતા કંડલા-મુંદરા પર
ફસાયેલા કન્ટેનરો માટે મોટો હાશકારો..!
ગાંધીધામ : મીડલ ઈસ્ટના યુદ્ધને આજે ૧૩ દીવસ થવા આવી રહ્યા છે. અહી ભીષણ યુદ્ધ અટકવાનું નામ જ નથી લઈ રહ્યુ ત્યારે કંડલા-મુંદરા બંદર પર પણ તેના લીધે વિપરીત અસર પડી હતી. આજ રોજ હવે હોમુર્જ ખાડી ભારતના જહાજો માટે ખુલી મુકવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે માત્ર કંડલા બંદરે જ વર્તમાન સમયે ગલ્ફ અને ઈરાન તરફ જઈ રહેલા કન્ટેઈનરો અટવાઈ પડેલા છે. ૧૦૦ કરોડની કિમંતનો માલ આ કન્ટેઈનરોમાં અહી જ પડી રહ્યો હતો. હવે સ્ટ્રેટ ઓફ હોમુર્ઝ ખુલ્લુ મુકવામા આવી રહ્યુ છે ત્યારે સંભવિત આ કન્ટેઈનરોને પણ પગ આવશે અને તેથી નિકાસકારો સહિતનાઓ માટે પણ મોટો હાશકારો વ્યાપી જવા પામ્યો છે.
......

Comments