ભચાઉમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ
ભચાઉ - કચ્છઉદય : સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયાનો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં શરૂ કરવામાં આવ્યું છે. બુધવાર ભચાઉ એપીએમસી માર્કેટ યાર્ડમાં ગુજકોમાસોલ ગાંધીનગર વતી અબડાસા ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા ખરીદીનું સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભચાઉ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ દેવજીભાઈ આહીર, ભચાઉ એપીએમસી યાર્ડના હોદ્દેદાર મનજીભાઈ ગામી તથા કિરીટભાઈ ગોહિલ અને ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા .
સરકાર દ્વારા તુવેરના ટેકાના ભાવ પ્રતિ કિલો ૮૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર શરૂ થતા આસપાસના ગામોમાં આનંદની લાગણી પ્રસરી છે. ભચાઉ તાલુકાની ૨૬૬ ખેડૂત અરજીનો ખેડૂતોને લાભ મળશે જે પહેલા ભુજ ખરીદી માટે લઈ જવું પડતું એ હવે તેના ઘર આંગણે લાભ મળશે એવું એફપીઓના વાઇસ ચેરમેન જુગલભાઈ રામાણી અને સીઈઓ ધવલભાઇની યાદી જણાવે છે.
સહકારી ક્ષેત્રે કચ્છ જિલ્લા ગુજકોમાસોલના ડાયરેક્ટર વાડીલાલભાઈ પોકાર, જીતુભાઈ વેલાણી, યુવરાજસિંહ ચુડાસમા, દિલીપભાઈ રામાણી તથા એપીએમસીના ચેરમેન વાઘુભા જાડેજા તથા તેમના સમગ્ર સ્ટાફ ના સાથ સહકારથી ભચાઉ તાલુકાના ખેડૂતોને ખરીદીનો લાભ મળશે.
--------

Comments