Trending News
સ્થાનિક સમાચાર

૧૩મીએ ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયુષ મેળો યોજાશે

11 March



ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયુષ મેળો તા.૧૩/૩ને શુક્રવારના રોજ સરકારી આયુર્વેદ  હોસ્પિટલ, ભુજ ખાતે સવારે ૯ થી બપોરના ૫ વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેકટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર દિપેશ ચૌહાણ, પ્રાંત અધિકારી અનિલ જાદવ ઉપસ્થિત રહેશે. આ આયુષ મેળામાં નિઃશુલ્ક આયુર્વેદ - હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, આયુર્વેદની પંચકર્મ સારવારનું લાઈવ ડેમોન્સટ્રેશન, આયુર્વેદ - હોમિયોપેથી વિષયક પ્રદર્શન અને નિદર્શન, યોગ વિષયક  નિદર્શન તથા પ્રદર્શન, ઔષધિ વનસ્પતિ પ્રદર્શન તથા અન્ય સ્પર્ધાઓ રાખવામા આવેલ છે.  આયુષ મેળામાં સ્વાસ્થય વર્ધક અમ્રુતપેય ઉકાળા, જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોની સ્વાસ્થ્ય રક્ષા માટે સુવર્ણપ્રાશન સંસ્કાર, ૧૦ દિવસથી વધૂ ઉધરસ (ખાંસી), છાતીની ગાંઠ માટે મફત છાતીનો એક્સરે તથા ડાયાબીટીસ અને બી.પી ની તપાસ કરવામા આવશે.
------

Comments

COMMENT / REPLY FROM