કચ્છના કિસાનોના પ્રશ્નો બાબતે કૃષિમંત્રીને કરાઈ રજૂઆત
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ગાંધીનઞર જઇ કચ્છના કિસાનોના પ્રશ્નો બાબતે જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યોગેશભાઈ પોકાર દ્વારા રજૂઆત કરાઈ હતી.
રજૂઆતમાં જણાવાયા અનુસાર કચ્છના ખેડૂતો હાલ અનેક ખેતી વિષયક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં સિંચાઈ, ખાતર અને વહીવટી પ્રશ્નો મુખ્ય છે. નર્મદા કેનાલનું પાણી પૂરતા પ્રમાણમાં અને છેવાડાના ખેતરો સુધી ન પહોંચવું એ સૌથી ગંભીર પ્રશ્ન છે, ખેતીની મોસમ દરમિયાન પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલી પડે છે, નર્મદા કેનાલના બાંધકામ અને જાળવણીમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે, જેના કારણે પાણીના વિતરણમાં અવરોધ આવે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ કૃષિ યોજનાઓની સબસિડી ખેડૂતોને સમયસર મળતી નથી, કઠણ ભૌગોલિક સ્થિતિ અને વરસાદની અનિશ્ચિતતાને કારણે ખરીફ પાકમાં નુકસાન થવાની ભીતિ રહે છે, કપાસ અને અન્ય પાકોના યોગ્ય ભાવ ન મળવા તેમજ બજારમાં ભાવ કાપવાની સમસ્યાઓ સમયાંતરે થાય છે જે માટે યોગ્ય પઞલાં લેવામાં આવે અને તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સ્પેશિયલ બજેટમાં કચ્છ જિલ્લાના કિસાનો માટે કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
----------------

Comments