અંજાર નગરપાલિકામાં અમુક તત્વો માટે લાપસી માં લીટ્ટા નો તાલ : ઈન્ચાર્જ સીઈઓના રાજમાં હતી લીલાલહેર’
ધુરંધર નેતાઓના વિસ્તારમાં આવી દુર્દશા કેમ રહી ગઈ?’
રાજય સરકાર દ્વારા વહીવટદારોની નિમણુક કરી તે વખતે જાણકારોનો સુચક ઈશારો
અંજાર નગરપાલીકામાં વહીવટદાર નિમાયા તે પહેલા મુખ્ય કારોબારી અધિકારીની ગેરજહારીથી શહેરીજનોના કામોમાં થતો અસહ્ય વિલબ : કામગીરીની પારદર્શિતાઓ સામે પણ ઉઠતા રહ્યા હતા મોટા સવાલા
આમેય નપા નધણીયાતી અવસ્થામાં જ વહીવટી રીતે ચાલતી હતી, ઈન્ચાર્ઝ અધિકારી અઠવાડીયામાં માત્ર ૧ જ દીવસ અગાઉ દર્શન દેતા હોવાથી પ્રજાની સ્થિત બની હતી સુડી વચ્ચે સોપારી : પ્રજાજનો વિવીધ દુવિધાઓમાં સપડાયારહેલા રહેતા હતા, તો રજુઆત કરવા જાય તો કોને કરે? સીઈઓશ્રી તો ઈન્ચાર્જ જ હતા, હવે વહીવટદારની નિમણુંકથી આવા અમુક તત્વો માટે જો જો હવે મોકળું મેદાન જ ન બની જાય? જાણકારોની લાલબત્તી
ખાટલે મોટી ખોટ : અંજારના શહેરીજનોની કમનશીબી નહીં તો બીજું શું કહેવાય? સત્તાપક્ષના જિલ્લા અધ્યક્ષ જે વિસ્તારમાંથી છે, વર્તમાન સમયે રાજયમંત્રીશ્રી પણ જે અંજાર વિસ્તારમાથી છે તે જ શહેરમાં કારોબારી અધિકારી ઈન્ચાર્જ મુકાયેલા રહ્યા? કાયમી સીઈઓ પણ અંજાર નગરપાલિકાને ન મળી શકયા?
મારી હાજરી રહેતી જ હતી, હું અઠવાડીયામાં બેથી ત્રણ દીવસ અંજારમાં હાજર જ રહેતો હતો, બાકીના આક્ષેપો ખોટા છે : શ્રી ઝાલરીયા(ઈન્ચાર્જ સીઈઓ અંજાર નગરપાલિકા) : સીઈઓ અંજાર નગરપાલિકાને પુરતો જ સમય આપતા રહ્યા હતા , બીજા આક્ષેપો વિઘ્નસંતોષીઓ કરતા હશે તો એ ખોટા છે :
વૈભવભાઈ કોડરાણી (પ્રમુખ, અંજાર નગરપાલિકા)
ગાંધીધામ : કચ્છના ઐતિહાસીક અંજાર શહેરની નગરપાલિકા પાછલા અમુક સમયથી જાણે કે રામભરોસે ચાલી રહી હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી હતી. મુખ્ય કારોબારી અધિકારીની કાયમી નિમણુકને બદલે ઈન્ચાર્જ શાસન જ અહી રહેતુ હોવાથી શહેરના વિકાસકામો વીલંબીત થઈ રહ્યા હોવાનો ગણગણાટ પ્રબુદ્ધવર્ગમાથી ઉઠવા પામી રહ્યો હતો. અને તે વચ્ચે હવે તો અહી વહીવટદાર નીમાઈ જવા પામ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે અમુક તત્વોને તો હવે લાપસીમાં લીટા કરવા જેવો જ તાલ થઈ જવા પામશે.
પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, અહી વહીવટદાર નિમાયા તે પહેલા અહી હળવદના ચીફ ઓફીસર તુષાર ઝાલરીયાને અંજારનો વધારાનો હવાલો સોપાયો હતો.પરંતુ તેઓ અઠવાડીયામાં માત્ર એકાદ દિવસ જ દેખાતા હોવાની ચર્ચાઓ તે વખતે બરાબરની વેગ પકડી હતી. નગરપાલિકાના વહીવટમા ચીફ ઓફીસર એ મુખ્ય કડી છે. જે તમામ વહીવટ અને નાણાકીય સત્તા ધરાવે છે. જયારે જવાબદાર અધિકારી જ હાજર ન રહેતા હોય ત્યારે સવાલો તો અનેક થવાના જ છે. લોકો કહે છે કે જો મુખ્ય કારોબારી અધિકારી જો અહી અઠવાડીયે એક જ વાર આવતા હોય તો નાણાકીય વ્યહવારો અને ફાઈલોનીચકાસણીઓ યોગ્ય રીતે થતી હશે કે કેમ? અધિકારીની ગેરહાજરીમાં પાલીકામા કામોમાં લાપરવાહી અને ભ્રષ્ટાચાર વધવાની શકયતઓ નકારી શકાય નહીો સ્થાનિકોના રોજીંદા પ્રશ્નો અને શહેરના સફાઈ પાણી જેવા પાયાના કામોમાં મંજુરીના અભાવે વિલબ થઈરહ્યો છે. ઈન્ચાર્જ અધિકારીની ગેરહાજરીના લીધે શહેરના વિકાસકામોમા રોડા આવી રહ્યા હતા, વહીવટી કાર્યોની પારદર્શિતા જળવાતી હશે કે કેમ? તેવા પણ સવાલો ઈન્ચાર્જ સીઈઓના સમયકાળમાં સર્જાયઈ હતી. નગરપાલિકાના અમુક બની બેઠલાઓ માનીતા તત્વો મનમાની કરી રહ્યા હોવાની પણ ફરીયાદ ઉઠી રહી હતી. ચોકાવનારી વાત તો અહી એ ચર્ચાય છે કે, અંજાર એ રાજકીય રીતે અત્યંત વગદાર વિસ્તાર માનવામા આવે છે. અહીથી રાજયના મંત્રીમંડળમા મંત્રીશ્રી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ભાજપના જિલ્લા અધ્યક્ષ પણ આ જ વિસ્તારના છે. આવા હાઈપ્રોફાઈલવિસ્તારની નગરપાલિકા જયોરે ઈન્ચાર્જ અધિકારીના ભરોસે ચાલતી રહી હોય ત્યારે સરકારની કાર્યપદ્વતિ સામે પણ લોકો આંગળી તો ઉઠાવશે જ ને? બીજીતરફ આ બાબતે ઈન્ચાર્જ સીઈઓ તુષાર ઝાલરીયાની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, હું અંજારમાં બેથી ત્રણ દીવસ અઠવાડીયામાં હાજર જ રહેતો હતો. જરૂરી તમામ નીતીવિષયોક બાબતોની ચોકકસાથી તકેદારી રાખવામા આવી રહી હતી તે ઉપરાંતના આક્ષેપો ખોટા છે. તો વળી આ અંગે અંજાર નગરપાલીકાના પ્રમુખશ્રી વૈભવ કોડરાણીને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, સીઈઓ પુરતો સમય અંજાર નગરપાલીકાને આપી જ રહ્યા હતા. એક દીવસ જ હાજર રહેતા હોવાની વાત ખોટી છે. નગરપાલિકામાં ઈન્ચાર્જ સીઈઓથી જ પાછલા અમુક સમયથી રઘાશીયું ગાડું ગબડાવતા રહ્યુ હતુ અને હવે વહીવટદાર નિમાઈ જતા ઈન્ચાર્ઝ સીઅઈઓે જે લીલાલહેર કરાવી હતી તે જ આગળ ધપશે કે પછી સરકાર અને પ્રજાહિતમાં અમુક બની બેઠેલા તત્વો પર નિયંત્રણ આવશે ખરૂ?
..................
હાય રે અંજાર ભાજપના બની બેઠેલાઓની કર્મકઠણાઈ..!
પક્ષના પ્રમુખશ્રી અંજારમાંથી, વર્તમાન મંત્રીશ્રી અંજાર વિસ્તારમાથી, અને ભાજપના આદ્યસ્થાપક શ્યામજીની પ્રતિમામાં ડો. શ્યામજીના ખુદના જ નામના ઉલ્લેખની જગ્યા ન મળવી..? કેટલુ યોગ્ય?
શહેરના ત્રિકોણબાગ પાસેની શ્રી શ્યામાપ્રસાદજીની પ્રતિમાને જોઈને સામે રાષ્ટ્રપિતાની પ્રતિમા કેમ ગુનગુનાવે છે કે,દેખ રે સંસાર કી હાલત કયા હો ગઈ ભગાવન..કિતના બદલ ગયા ઈન્શાન..!
અંજાર બસ સ્ટેશન પાસે આવેલા ત્રિકોણબાગમાં તાજેતરમાં અનાવરણ કરવામાં આવેલી પ્રતિમા ડો. શ્યામાપ્રસાદ મુખરજીની છે. તેમનું નામ લખવા તકતીમાં કદાચ જગ્યા નહી બચી હોય.! કોઈ મુલાકાતીને ખ્યાલ આવેલ એટલે આ ધ્યાન દોરતી ટકોર અહી કરવામાં આવી રહી છે. બાકી તો આ પ્રતિભાની સામેના ભાગમાં જ બિરાજમાન રાષ્ટ્રપિતા પણ હસતા હશે અને તેમનો આત્મા પણ મનોમન ગણગણાવતો જ હશે કે દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન..કિતના બદલ ગયા ઈન્સાન..!

Comments