Trending News
સ્થાનિક સમાચાર

મોટા અંગીઆમાં ગુંજ્યો દિક્ષાર્થીનો જય-જયકાર 

10 March


ગામના જ ૩ યુવા બાલ દિક્ષાર્થી સંયમના માર્ગ જતા ગામે આપ્યા આશીર્વાદ : પ્રા.શાળા. ગ્રા.પં.એ દિક્ષાર્થીનું સન્માન કર્યું : ગાયોને ઘાસચારો, પક્ષીને ચણ, કુતરાને રોટલા સહિતના જીવદયાના કાર્યક્રમો યોજાયા : નખત્રાણામાં પણ સન્માન

નખત્રાણા - કચ્છઉદય : ખોબા જેવડા પ્રગતિશીલ મોટા અંગીઆ ગામે આગામી તા. ર૬-૪ વૈશાખ સુદ દસમના કોલ્હાપુર (મહારાષ્ટ્ર) નજીક સંયમના માર્ગ જનાર દિક્ષાર્થી હિત હાર્દિક શાહ, દિવ્ય હાર્દિક અને આદિ વિરલ શેઠ માતૃભૂમિ મોટા અંગીઆ આવી પહોંચતા જૈન સંઘ દ્વારા ત્રણે બાળ દિક્ષાર્થીઓનું ભવ્ય સામૈયા સાથે સન્માન કરાયું હતું. દિક્ષાર્થીનો જય જયકાર દિક્ષાર્થી અમર રહોના જયઘોષ સાથે વાતાવરણ પુલંકીત બન્યું હતું. ત્રણે દિક્ષાર્થીઓ શાંતિનાથ દાદાના જીનાલયે શીશ નમાવ્યા હતા. બાદમાં સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરતી, પુજા, શાંતિ કળશ, માળા - કેસર તિલક સાથે દિક્ષાર્થીના સન્માન સાથે અનુમોદના થઈ હતી. જૈન સંઘ પરિવાર, પં.પ્રા.શાળાના શિક્ષક હરદેવસિંહ જાડેજા, ગ્રા.પં.ના ઈકબાલભાઈ ઘાંચી, સ્ટાફે પણ શાલ ઓઢાડી દિક્ષાર્થીના સન્માન કર્યા હતા. ઢોલ- શરણાઈ સાથે સામૈયા થયા હતા. 
આ અવસરે ગાયોને ઘાસચારો, કુતરાને રોટલા, પંખીને ચણ અને ગામના તમામ ઘર દીઠ પ્રભાવના આપવામાં આપી હતી. સ્વામિવત્સલ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત આગામી તા. ૧૧-૧ર-૪ના ભુજ ખાતે (એપ્રિલ)માં દિક્ષાર્થીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેમાં પણ સંઘને જોડાવવા ઈજન અપાયું હતું. 
આ પ્રસંગે ચંદ્રકાંત શાહ, ધીરજભાઈ શાહ, રાજેશ શાહ, મયુર શાહ, મલય શાહ, અક્ષય શાહ, પરેશ શાહ સહિત ટ્રસ્ટીઓ ઉપરાંત જગજીવન શાહ, શાંતિભાઈ શાહ, મનસુખભાઈ શાહ, મું.શિ. હરદેવસિંહ જાડેજા, સરપંચ ઈકબાલભાઈ ઘાંચી, માકપટ સમાજના જિલ્લા પ્રમુખ કેતનભાઈ શાહ, મહામંત્રી ધુમિલ શાહ ઉપરાંત રહ્યા હતા. માકપટ સમાજ ના મોભીયો માદરે વતન મોટા અંગીઆ પધારતા ગામમાં રોનક જોવા મળી હતી. તે પુર્વે તમામ દિક્ષાર્થીઓ સવારે નખત્રાણા આવતા જૈન સંઘ દ્વારા તેમના સામૈયા, સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM