હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો ફરાર કેદી પકડાયો
પૂર્વ કચ્છ પોલીસે પકડીને રાજકોટ જેલ હવાલે મોકલાવ્યો
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છના ગાંધીધામ બી ડીવીઝન પોલીસમાં ર૦૧૬ માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. પાકા કામનો કેદી જીઆઈડીસી ઝુપડપટ્ટી ગાંધીધામનો હાલે સામખિયાળી શાંતિનગર ઝુપડામાં રહેતા સુરેશભાઈ જીણાભાઈ દેવીપુજકને ગાંધીધામ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા આપવામાં આવી છે. પાકા કામના કેદીને તા. પ-૯-ર૦રપ ના દસ દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ૧૬ તારીખે હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન થતા સામખિયાળી ખાતેથી તેને પકડી રાજકોટ જેલ હવાલે કરાયો હોવાનું પેરોલ ફરલો સ્કવોડ પૂર્વ કચ્છના પીએસઆઈ ડી. સી. ગોહિલે જણાવ્યું હતું.

Comments