Trending News
સ્થાનિક સમાચાર

હોડકો નજીક યુવકની હત્યા, સીમ વિસ્તારમાં  લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

10 March


અગમ્ય કારણોસર ધારદાર હથિયારના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારાયો

ભુજ - કચ્છઉદય : હોડકો પાસે આવેલા સીમ વિસ્તારમાં ૨૩ વર્ષીય યુવાનની અજાણ્યા ઇસમો દ્વારા ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હોડકો નજીક સીમ વિસ્તારમાં આજે પરોઢે લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક પર કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી રહેંસી નાખવામાં આવ્યો હતો. 
ઘટનાની જાણ થતા ધોરડો પોલીસની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. 
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાવડા સરકારી હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક વિગતોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 
હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં બનાવનું ચોક્કસ કારણ અને આરોપીઓ કોણ છે ? તે સહિતની વિગતો સામે આવી ન હતી.

 

Comments

COMMENT / REPLY FROM