૧ર દિવસમાં ત્રીજી વખત ભુજની સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આજે બપોરે પોસ્ટ અને બીએસએનએલ કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર : પોલીસે સ્થળ પર દોડી જઈને કચેરી ખાલી કરાવી
ભુજ - કચ્છઉદય : ૧ર દિવસમાં ત્રીજી વખત ભુજની સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી હતી. ગત ર૭ ફેબ્રુઆરીના ભુજમાં પોસ્ટ ઓફીસ ખાતે આવેલ પાસપોર્ટ ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ ગત
પ તારીખ, ગુરૂવારે ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બન્ને કિસ્સામાં બપોરે ઈ-મેઈલ આવ્યો, પોલીસ આવી, ઓફીસ ખાલી કરાવી પણ તપાસ બાદ કંઈ મળ્યું ન હતું. આજે બપોરે ફરી એકવાર ભુજની પોસ્ટ ઓફીસ અને તેની બાજુમાં આવેલ બીએસએનએલ કચેરીને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ મળ્યો હતો. જેના કારણે ચકચાર મચી હતી. બી ડીવીઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. તેમજ કચેરી ખાલી કરાવી બોમ્બ સ્કવોડ મારફતે તપાસ કરવામાં આવી હતી. જો કે આ લખાય છે ત્યારે દોઢ વાગ્યા સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી.

Comments