Trending News
સ્થાનિક સમાચાર

મોડકુબામાં કરંટ લાગતા યુવાનનું મોત

10 March



આદીપુરમાં યુવાનનો આપઘાત : નવાગામની કંપનીમાં ફાંસો ખાનાર યુવાનની ઓળખ થઈ

ભુજ - કચ્છઉદય : જિલ્લામાં અપમૃત્યુની અલગ અલગ ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં માંડવી તાલુકાના મોડકુબા ગામની વાડીમાં કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું. જયારે આદીપુરમાં યુવાને આપઘાત કર્યો હતો.
ગઢશીશા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોડકુબા ગામની વાડીમાં આ બનાવ બન્યો હતો. મુળ પંચમહાલના હાલોલ તાલુકાના ઢીંકવા ગામના પ્રવીણ ઉર્ફે પોપટભાઈ રમણાભાઈ નાયક (ઉ.વ.૩૬) વાડીમાં પાણીની મોટર બંધ કરવા જતા હતા ત્યારે ઈલેકટ્રીક શોટ લાગતા મરણજનારને સારવાર માટે ગઢશીશા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી અરેરાટી ફેલાઈ હતી.
આ તરફ આદીપુરમાં મૈત્રી સ્કૂલની સામે રહેતા ૪૦ વર્ષિય હાર્દિક હેમંતભાઈ ભટ્ટ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. હતભાગીએ પોતાના ઘરે મોઢામાં પ્લાસ્ટિક તથા નળી બાંધી મરણ ગયેલ હોવાનું આદીપુર પોલીસે જણાવ્યું હતું. બનાવ કેવા સંજોગોમાં બન્યો તે જાણવા માટે આદીપુર પોલીસે તપાસ હાથ ધરી છે. 
દરમ્યાન ભચાઉ તાલુકાના નવાગામમાં આવેલી જેકવાર કંપનીની કોલોનીમાં યુવાને આપઘાત કર્યો હતો. હતભાગી મુળ બીહારનો અને હાલ નવાગામમાં રહેતો ૩૩ વર્ષિય સતીષકુમાર હોવાનું સામે આવ્યું હતું. હતભાગીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી હતી. 

Comments

COMMENT / REPLY FROM