Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળી ટોલનાકે ગુંડાગીરી : ચાર શખ્સોએ અમદાવાદના વેપારી પર કર્યો હુમલો

10 March


હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સો તુટી પડયા : કારમાં પણ વ્યાપક નુકશાન : જાટાવાડાની હોટલ અને શિકારપુરમાં અગાઉના ઝઘડાના મનદુઃખે મારામારી

ભચાઉ - કચ્છઉદય : સામખિયાળી ટોલનાકે હોર્ન મારવા મુદ્દે ચાર શખ્સોએ અમદાવાદના વેપારી પર હુમલો કરતા ફરી એકવખત ટોલનાકું ચર્ચામાંં આવ્યુંં છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના સામખિયાળી ટોલનાકે ગઈકાલે સાંજે છ થી સવા છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દિપનભાઈ નીખીલભાઈ સોની પસાર થયા ત્યારે આરોપીઓ કોઈ અજાણ્યા ચાર માણસોએ ફરીયાદી સાથે કારમાં હોર્ન બાબતે ફરીયાદી પાસે આવી ગાડી ઉભી રખાવી એક માણસે ફરીયાદીને કારમાંથી બહાર કાઢી મુઢ માર માર્યો, બીજાએ પગમાં ધોકા માર્યા તેમજ ચારેય જણાએ ભેગા મળી ગાળો આપી ધમકી અને ફરીયાદીની જી.જે. ૦૧ ડબલ્યુકયુ ૪૩૧૪ માં ધોકા ફટકારી કારમાં આગળ, પાછળ બન્ને સાઈડના દરવાજા અને કાચ તોડી, લાઈટો તોડી, કારમાં વ્યાપક નુકશાન પહોંચાડયું હતું. ટોલનાકા જેવા વિસ્તારમાં કે જયાં દિવસ - રાત હજારો વાહનોની અવરજવર હોય ત્યાં સિકયુરીટી હોય તેમ છતાં હોર્ન મારવા જેવી બાબતે ચાર શખ્સો રીતસર ગુંડાગીરી કરે અને આખી કારમાં તોડફોડ કરે તે આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોવાનું દર્શાવે છે. આવા વલણથી કચ્છ આવતા પ્રવાસીઓમાં પણ નકારાત્મક છાપ પડે તેમ છે. પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. 
દરમ્યાન રાપર તાલુકાના જાટાવાડા ગામે સમરથસિંહ વાઘેલાની દુકાન પાસે આ બનાવ બન્યો હતો. ફરીયાદી અરવિંદભાઈ ભવાનભાઈ ચૌહાણના જણાવ્યા પ્રમાણે આરોપી રામભાઈ વજાભાઈ પરમાર સાથે છ મહિના પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે વાતનું મનદુઃખ રાખી ફરીયાદી સમરથસિંહની દુકાને બાકડા પર બેઠા હતા. ત્યારે આરોપી ઈસુજુ ગાડી લઈને આવ્યો અને કુંડણવાડી લાકડી બહાર કાઢી ફરીયાદીને માથામાં મારી લોહી નિકળી આવતા ચકર આવી જતા પડી જતા લાકડી વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. બીજી વખત ગામમાં જોવા મળે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી બાલાસર પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ તરફ શિકારપુર ગામે મહિલાના વાળ ખેચી માર મારવામાં આવ્યો હતો. ફરીયાદી ફાતમાબેન હનીફ કાદરભાઈ ત્રાયાના જણાવ્યા પ્રમાણે આરોપી હનીફ કાદરભાઈ ત્રાયાએ ફરીયાદી સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ધોકા વડે માર મારી વાળ ખેચી ઈજા પહોચાડતા સામખીયાળી પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.

 

Comments

COMMENT / REPLY FROM