ભાજપ પ્રદેશ કિસાન મોરચાની ૩૦ સભ્યોની નવી ટીમ જાહેર
પ્રદેશ કિસાન મોરચામાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાણશીભાઈ. ગઢવી નો સમાવેશ
પ્રદેશ કિસાન મોરચામાં પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા ના સહ કન્વીનર તરીકે કચ્છના ભાવેશભાઈ માવાણી નો સમાવેશ
ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ કિસાન મોરચાની નવી ટીમ ની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કિસાન મોરચામાં કચ્છમાંથી રાણશીભાઈ ગઢવીની કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પ્રદેશની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રદેશ કિસાન મોરચામાં પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા ના સહ-કન્વીનર તરીકે કચ્છના ભાવેશભાઈ માવાણી નો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અગાઉ પ્રદેશ મોરચાના પ્રમુખોની નિમણૂકો કરી હતી જેમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે હિરેન હિરપરા ની નિમણૂક કરવામાં આવી હતી. અને પ્રદેશ કિસાન મોરચાના હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા બાકી હતી. આજે પ્રદેશ ભાજપ જગદીશભાઈ વિશ્વકર્માએ કિસાન મોરચાની ૩૦ સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. આજે કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં ૮ પ્રદેશ ઉપાધ્યક્ષ, ૩ પ્રદેશ મહામંત્રી ૮ પ્રદેશ મંત્રી એક પ્રદેશ કોષાધ્યક્ષ એક પ્રદેશ કાર્યાલય મંત્રી તેમજ સોશિયલ મીડિયામાં, આઇટી, મીડિયા, પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા અને એગ્રીકલ્ચર રિસર્ચ ડેવલપમેન્ટ માં ૯ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે પ્રદેશ કિસાન મોરચાની નવી ટીમ ની જાહેરાત કરી છે જેમાં તમામ જિલ્લા તેમજ તમામ સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

Comments