મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ મુખ્યમંત્રીના હસ્તે મોમેન્ટો તથા રૂ. ૧ લાખનું પુરસ્કાર
લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કારથી રાજ્ય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન
ભુજ - કચ્છઉદય : મહિલા વિકાસ અને સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ભુજ સ્થિત શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટને વર્ષ ૨૦૨૪ - ૨૫ માટેનો પ્રતિષ્ઠિત ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રી નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંસ્થાને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) તથા રૂપિયા એક લાખનું પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પુરસ્કાર સ્વીકારવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ રીન્કુ જણસારી, હેમેન્દ્ર જણસારી અને જાનવી જણસારી હાજર રહ્યા હતા. સંસ્થાએ મહિલાઓના સશક્તિકરણ, સામાજિક જાગૃતિ, તેમજ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં સતત માનવતાભર્યું કાર્ય કર્યું છે, જેના પ્રતિફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ગૌરવપૂર્ણ સિદ્ધિ સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદ અને ગૌરવનો વિષય બની છે. સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ સન્માન તેમને સમાજસેવાના કાર્યોને વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ વધારવા માટે પ્રેરણા આપશે.
----

Comments