Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં કોલસા ભરેલ ટ્રકમાં આગ લાગતા દોડધામ 

09 March



ભચાઉ : શહેરની ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે કોલસો ભરેલ ટ્રકમાં આગ લાગી હતી, જે અંગે જાણ કરવામાં આવતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા ગાડીનો બચાવ કરેલ અને ભરેલ કોલસાનો પણ બચાવ કરેલ હતો. આ ગાંધીધામ થી ભાવનગર તરફ જતા સમય આ બનાવ બન્યો હતો. કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા.
-------

Comments

COMMENT / REPLY FROM