Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

09 March



બિદડા - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્યસેવાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તેમજ વિસ્તારના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવાના હેતુસર આ નવી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા તેમજ ટ્રસ્ટી હેમંતભાઈ અને શાંતિભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ધાર્મિક વિધિ સાથે કરવામાં આવી હતી. પૂજ્ય અચલગ્છાધિપતિના અગ્નનાવર્તી પ.પૂ. જયપદ્મગુણા શ્રી મા.સા. ના ૫૧માં સંયમ વર્ષ નિમિતે પૂ. અનંતરનાશ્રીજી માં સા.ની શુભ  પ્રેરણાથી ગુરુભક્ત પરિવાર તરફથી અનુદાન આપવામાં આવ્યો હતો . આ પાવન સમયે પૂ .ના હસ્ત વક્ષેપ પૂજા કરવામાં આવી હતી અને આશિર્વચન આપવામાં આવ્યા હતા. સાધુ અને સાધ્વીજીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આઠ કોટિ મોટી પક્ષના પૂ. તારાચંદ મુનિ, પૂ અંનરત્નશ્રીજી થાણા-૪, પૂ. તારામતીબાઈ મહાસતીજી, પૂ. સંગીતાબાઇ માહસતીજી, પૂ. ઉજવલબાઈ મહાસતીજી આદિ થાણાના લીધે  સમગ્ર કાર્યક્રમમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.
ત્યારબાદ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ તિલક  કુમકુમ કરી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે આ સેવા માટે સહયોગ આપનાર દાતા માતુશ્રી ધનબાઈ લક્ષ્મીચંદ ભાણજી છેડા - લાયજા, સૌ. ભારતીબેન ખુશાલ છેડા - લાયજા, ચિ. માહીર, સૌ. પલ્લવી કુણાલ ફૂરીયા - છસરા - ઘાટકોપર, સૌ વિધિ શૌરીન શેઠીયા લાખાપર - અમેરિકા જેમણે ચી.માહિર, પલ્લવી, ડૉ. કૃણાલના જન્મદિવસની ખુશાલી નિમિત્તે ભેટ અર્પણ કરેલ હતી. તે માટે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈએ તેમનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવા માનવ સેવા સમાન છે  અને આ એક માનવતાનું મંદિર છે અને આવી સેવાઓ દ્વારા સમાજને મોટી મદદ મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ શરૂ થવાથી આસપાસના વિસ્તારના દર્દીઓને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં વધુ સરળતા રહેશે અને જરૂરિયાતમંદ લોકોને ઝડપથી સારવાર મળી શકશે.
કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્થાનિક આગેવાનો શાંતિભાઈ દેઢિયા  શશીકાંતભાઈ, મનીષભાઈ અને ખીલતીબેન ઉપસ્થિત રહ્યા હતા. પૂજા વિધિ મેહુલ ગોર. કરી હતી. આભાર વિજયભાઈ છેડાએ વ્યક્ત કર્યો હતો.
---------

Comments

COMMENT / REPLY FROM